લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડીસ્ટ્રિક્ટ 3232F1 અને IMA વડોદરા – બે પ્રતિષ્ઠિત સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર્સ ડે નિમિત્તે “Most Prestigious Awards 2025-26” સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
IMA Vadodara તબીબી ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થા છે જે ડૉક્ટરોના હિત અને જનસેવામાં સતત પ્રયત્નશીલ રહી છે, જ્યારે Lions Club International District 3232F1 વિશ્વવિખ્યાત માનવતાવાદી સંસ્થા છે જે સમાજના વિવિધ ક્ષેત્રે સેવાકીય કાર્યો માટે જાણીતી છે.
આ તમામ એવોર્ડ્સ લાયન દીપક સુરાણા – District Governor અને ડૉ. મિતેષ શાહ – President, IMA વડોદરાના હસ્તે આપવામાં આવશે, જે Doctors Day ની ઉજવણીને વધુ ઉંચાઈ પર લઈ જશે.
સમાન સમારંભમાં ડૉક્ટરોને એવોર્ડ લાયન દીપક સુરાણા અને ડૉ. મિતેષ શાહના હસ્તે અર્પણ કરવામાં આવશે.
આ વિશેષ સન્માન તબીબી જગતના સેવાનાં સમર્પણને માન આપવાનો પ્રયાસ છે. આ પ્રસંગે પ્રમુખ મહેમાન: લાયન રમેશભાઈ પ્રજાપતિ – International Directorમુખ્ય સલાહકાર: લાયન શશિકાંત પારીખ – PMCVC ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ આજે ૨ જુલાઈ સાંજના ૬:૩૦ વાગ્યે લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ડીસ્ટ્રિક્ટ ૩૨૩૨F1 અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન IMA હોલ, નાગરવાડા, વડોદરા ખાતે રાખવામાં આવેલ છે.
Reporter: admin







