News Portal...

Breaking News :

વિપક્ષી સભ્યોના હોબાળા અને નાગરીકોના મોરચાને જોતાં સામાન્ય સભા મુલતવી

2025-07-18 09:56:05
વિપક્ષી સભ્યોના હોબાળા અને નાગરીકોના મોરચાને જોતાં સામાન્ય સભા મુલતવી


વિપક્ષી સભ્યો તો કાળા વસ્ત્રો પહેરીને વિરોધ.
પ્રવેશ દ્વારને પણ સાંકળ ની મદદથી તાળું મારી દેવામાં આવ્યું...
કોંગ્રેસનું સ્મશાનોને ખાનગીકરણ કરી ઇજારદારોને જવાબદારી સોપવાના નિર્ણયના વિરોધમાં ઠાઠડી લઈને પ્રદર્શન...



સ્વેજલ વ્યાસ અને અન્ય આગેવાનો વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ લઈને પાલિકામાં પ્રવેશ કરતા જ પોલીસે તેમને અટકાવ્યા.
વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સામાન્ય સભા મળવાની હતી આ સાથે પાલિકાની વડી કચેરી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા અને જાગૃત નાગરીકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી ડે. મેયરે સભા મુલતવી કરી દેવી પડી હતી. ટીમ વડોદરા દ્વારા પણ પ્રદર્શન કરવામાં આવનાર હોવાની જાણ થતા સુરક્ષ વ્યવસ્થા સધન કરવામાં આવી હતી. પાલિકાના કોન્ટ્રાક્ટ ના સિક્યુરિટી ના કર્મચારીઓ, અધિકારીઓ કાયમી સિક્યુરિટી ઓફિસર કર્મચારીઓ ગાર્ડ સહિત હથિયારધારી પોલીસ કર્મચારીઓ પાલિકાની વડી કચેરીના પદાધિકારીઓ સંકુલમાં ગોઠવાઈ ગયા હતા. મુખ્ય પ્રવેશ દ્વારને પણ સાંકળ ની મદદથી તાળું મારી દેવામાં આવ્યું હતું.પોલીસના લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે કોંગ્રેસ પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ રુત્વીજ જોષી અને અન્ય કોંગી આગેવાનો સ્મશાનોને ખાનગીકરણ કરી ઇજારદારોને જવાબદારી સોપવાના નિર્ણયના વિરોધમાં ઠાઠડી લઈને પ્રદર્શન કરવા માટે આવ્યા હતા સાથે અનોખો એવોર્ડ પણ લાવ્યા હતા આ પ્રદર્શન શરૂ થતા ની સાથે જ પોલીસ એક્શનમાં આવી હતી અને શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત અનેક કોંગી આગેવાનોની અટકાયત કરી હતી. આ વેળાએ શાબ્દિક ઘર્ષણ અને તુ તુ મે મેના દ્રશ્યો પણ સર્જાયા હતા ટીમ વડોદરા ના સ્વેજલ વ્યાસ અને અન્ય આગેવાનો વિશિષ્ટ પ્રકારનો એવોર્ડ લઈને પાલિકા ની વડી કચેરી ખાતે પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા જ પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની પણ અટકાયત કરી હતી આ એવોર્ડ આપી પોતાની વાત મુકવા આવેલા સ્વેજલ વ્યાસ સહિતના અનેક આગેવાનો ની પોલીસે અટકાયત કરી લીધી હતી. સ્મશાન નો સહિતના અનેક મુદ્દાઓને લઈને કટાક્ષ સાથે એવોર્ડ લઈને આવેલા ટીમ વડોદરા ના સભ્યોને પાલિકાની વડી કચેરી ખાતે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સમય મુજબ સાંજે 5:00 કલાકે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના સર સયાજીરાવ સભાગૃહમાં સામાન્ય સભા મળી હતી વંદે માતરમ સાથે સભાની શરૂઆત થઈ હતી જે બાદ શોક દર્શક ઠરાવ વાંચવા માટે ઉભા થયા હતા જો કે કોંગ્રેસના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય કોંગી કોર્પોરેટરો કાળા વસ્ત્રો ધારણ કરીને આવ્યા હતા અને બે વ્યક્તિઓના તંત્રના પાપે મૃત્યુ થયા હોવાથી ખાડા ના કારણે જેમનું મૃત્યુ થયું તે વ્યક્તિ અને ડ્રેનેજમાં જે વ્યક્તિ પડી ગયા તે વ્યક્તિના માનમાં પણ શોકદર્શક ઠરાવ રજૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જો કે આ માંગ અસ્વીકાર કરી માત્ર વડોદરા મહાનગરપાલિકાના સભાસદ કિરણમયી મહેતા ના દુ:ખદ  અવસાન તેમજ વડોદરા જિલ્લામાં પાદરા તાલુકા નો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની જોડતો મહીસાગર નદી પરનો મુજપુર ગંભીરા પુલ નો એક ભાગ તૂટવાના બનાવવામાં 21 લોકોના મૃત્યુ બદલ વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા માં દુઃખ અને શોખની લાગણી વ્યક્ત કરી ઠરાવ રજૂ કરી બે મિનિટનું મૌન પાળી સભાને મુલતવી રાખવામાં આવી હતી. આજની મુલતવી થયેલી સભા આજે સાંજે પાંચ કલાકે મળશે.



હોબાળો થતાં આજે શુક્રવારે 18 જુલાઇએ સભા મળશે...
 સામામન્ય સભામાં હોબાળો થતાં જ સ્ક્રીપ્ટ પ્રમાણે ડે.મેયર ડિરાગ બારોટે 18 જુલાઇએ સાંજે 5 કલાકે મળવા પર મુલતવી રખાય છે . જો કે આમ છતાં બોહાળો ચાલુ જ રહ્યો હતો. વિપક્ષી સભ્યો તો કાળા વસ્ત્રો પહેરીને આવ્યા હતા. 

ખાડામાં પડેલા રિક્ષા ચાલક માટે શોક દર્શાવાનો પણ આમની પાસે સમય નથી
જ્યારે પણ સભા હોય છે ત્યારે સત્તા પક્ષ વિપક્ષનો અવાજ સાંભળતો નથી જેથી અને વિપક્ષી સભ્યો કાળા વસ્ત્રો પહેરીને આવ્યા છીએ. ગંભીરા બ્રિજ સહિતના વિશયો પર શોક દર્શક અને ખાડા માં પડવાના કારણે રિક્ષા ચાલકનું મોત થયું છે તેનો પણ શોકદર્શક ઠરાવ પસાર કરવો જોઇએ પણ સત્તા પક્ષ પાસે આ શોક દર્શાવા પણ સમય નથી. વડોદરા શહેર આમને જવાબ આપશે

હરીશ પટેલ , કોર્પોરેટર 

પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે દરવાજો બંધ કરી દીધો હતો
પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે દરવાજો બંધ કરી દીધો હતો અને બળજબરીપૂર્વક તેમને અટકાવ્યા હતા જેની સાથે મીડિયા સાથે પણ પોલીસે ગેરવર્તણુક કરી હતી,. મીડિયાને રોકવા માટે પોલીસ સાથે બબાલ થઇ હતી. જો કે મે કોઇ મિડીયા વાળાને હાથ અડાડ્યો નથી તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. 
પી આઈ, 
તમારી એન્ટ્રી સેવાસદનમાં બંધ કરી દીધી તો હવે તો જાગો
સેવાસદન સેવા કરનારું છે પણ લોકોને ભરપૂર સમસ્યા છે. રોજ ભરપૂર મોરચા આવે છે પણ તેમનો રજૂઆત કરવા આવતા બંધ કરી દેવાયા છે. શહેરનો 18મો ક્રમ સ્વચ્છતામાં આવે છે જે ઓલરેડી આગળ હતું તો તેમાં ખુશ થવાની વાત નથી. હવે રજીસ્ટરમાં નોંધ કરવાની વાત છે જેનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ. વડોદરા ભુવાનગરી બની ગઇ છે અને શાસક પક્ષ જવાબ આપવા માગતા નથી અને લોકોને સુનાવણીમાં આવતા રોકી દીધા છે. તમે ખોબલે ખોબલે 30 વર્ષથી મત આપ્યા પણ તમારી એન્ટ્રી સેવાસદનમાં બંધ કરી દીધી તો હવે તો જાગો
અમી રાવત, કોર્પોરેટર

Reporter: admin

Related Post