News Portal...

Breaking News :

GEBના કોન્ટ્રાક્ટનો કર્મચારીનું કરંટ લાગતાં મોત : પરિવારના લોકો ગોત્રી જીઇબી ઓફીસ ખાતે ધરણાં

2025-02-06 18:16:06
GEBના કોન્ટ્રાક્ટનો કર્મચારીનું કરંટ લાગતાં મોત : પરિવારના લોકો ગોત્રી જીઇબી ઓફીસ ખાતે ધરણાં


વડોદરા :  શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ વિસ્તારમાં ગત રોજ જ્યોત નગર વીજ લાઈન પર GEBના આર ડી ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટનો કર્મચારી કામ કરતાં અચાનક કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. 


આ બનાવમાં પરિવારના લોકો ગોત્રી જીઇબી ઓફીસ ખાતે ધરણાં પર બેસી ન્યાયની માંગણી કરી રહ્યાં છે. આ મામલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે.જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહી મળે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં અને ગોત્રી વીજ વિભાગમાં આવતું જ્યોતિ નગર પાસે વીજ લાઈનમાં કામ કરતાં આ ઘટના બની હતી. જેમાં GEBની મેઈન લાઇન બંધ હતી તેમછતાં ઇન્વર્ટર લાઈન બેક મારતા કામ કરતા પેટા કોન્ટ્રાક્ટ કર્મચારી ધર્મેન્દ્ર હસમુખભાઈ જયશ્વાલ હોવાનુ મોત નિપજતા આજે ગોત્રી GEB ઓફિસ ખાતે ધરણાં પર બેઠા છે અને જ્યાં સુધી ન્યાય મળે નહીં ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની વાત કરી છે.ખાડો ખોદવાનું કામ આપ્યું તુ ને થાંભલા પર કેમ ચડાવ્યો? 


હાલમાં પરિવારજનો ગોત્રી GEB ઓફિસ ખાતે ધરણા પર બેઠા છે અને તેઓની માંગ છે કે, જે વ્યક્તિને ખાડો ખોદવાનું કામ આપવામાં આવ્યું હતું. તેને થાંભલા પર શા માટે ચઢાવવામાં આવ્યો અને આ પરિવારમાં માત્ર પુત્ર અને પુત્રી સિવાય કોઈ જ નથી રહ્યું,ત્યારે આ પરિવારને કઈ રીતે ગુજરાન ચલાવશે? આ પરિવારને યોગ્ય વળતર અને ન્યાય નહી મળે ત્યાં સુઘી પરિવાર ધરણાં પર બેસી રહેશે. આ બનાવ અંગે ન માત્ર પરિવાર પરંતુ સામાજિક આગેવાન સ્વેજલ વ્યાસ પણ ધરણાં પર બેઠા છે અને પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરી છે. જ્યાં સુધી પરિવારને યોગ્ય વળતર અને ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહી સ્વીકારે તેવી ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ ધરણાં પ્રદર્શનને લઈ ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી છે.

Reporter: admin

Related Post