તારીખ ૫- જુન ૨૦૨૫ ગાયત્રી પરિવાર ના આદ્યસ્થાપક પરંમ પુજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યજના મહાપ્રયાણ - અને ગાયત્રી જયંતીના પાવનકારી અવસર પર ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ભવ્યાતિભવ્ય શાનદાર ઉજવણી કરવામાં આવી હતી

મંગલ કલશ સાથે વિરાટ તિરંગા યાત્રા નિકળી જેમાં હજારો ભઈઓ બેહનો યુવા ઓ જોડાયા હતા
સમગ્ર પુજન દીપ યજ્ઞ સંકલ્પ નુ કર્મકાંડ સંગીત સાથે પ્રજ્ઞા પુત્રી મિનાક્ષી બેન કાબરીયા એને તેમની બેહનો એ.સંભાળ્યુ હતુ વિશેષમા કાર્યક્રમ મા ભારતિય સેના ના વરિષ્ઠ નિવૃત્ત અધિકારી ઓ ને સહ પરિવાર આમંત્રિત કરવામાં આવ્યા હતા
(૧)આદરણીય સંગીત કુમાર જ્હા વર્તમાન મા ડેપ્યુટી જનરલ સેક્રેટરી - નિવૃત્ત સૈનિક સેવા પરિષદ ગુજરાત રાજ્ય મા કાર્યભાર સંભાળી રહ્યા છે
(૨) આદરણીય રાજકુમાર યાદવ - વાયુસેના
(૩) આદરણીય રામ મિલન ગીરી - વાયુસેના
(૪) રાજકુમાર ઠાકુર - ફલાઈટ લેફ્ટનન્ટ
(૫) કમલપ્રિત સાગી મેડમ - લેફ્ટનન્ટ કર્નલ - થલ સેના

આ બધા જ સન્માનિય અધિકારી ગણે "કારગીલ યુધ્ધ" સમયે પોતાના યુધ્ધ કૌશલ્ય પ્રદાન કર્યું હતું
ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા તેઓ નુ અંત્યત ભાવમય સ્વાગત કરતા " મશાલ" મોમેન્ટો ગાયત્રી મંત્ર ખેસ સતસાહિત્ય સાથે તુલસી નો છોડ અર્પણ કરેલ
ગાયત્રી મહામંત્ર - મહામૃત્યુંજય વિષેશ ગાયત્રી બીજ મંત્રના માધ્યમ થી તેઓના સહ પરિવાર સુદ્ધી્ર્ઘ સ્વસ્થ આયુષ્ય કામના કરવામાં આવી
તેઓ ની વ્યસ્તતા હોવા છતા પણ દીપ યજ્ઞ દીપ પ્રાગટ્ય મા પોતાની ભાગીદારી નોંધાવી હતી મિડિયા ને જણાવ્યું કે સ્વાગત સન્માન પ્રતિભાવ મા ગાયત્રી પરિવાર નો આભાર પ્રગટ કર્યો હતો બધા ની સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી વિદાઈ લીધી હતી;સમગ્ર વડોદરા શહેર ના હજાર થી પણ વધારે પરિજન ભાઈ ઓ બેહનો યુવા ઓ એ ઉપસ્થિત રહ્યા અને વિશેષ સંકલ્પો ધારણ કર્યાં હતાં











Reporter:







