વડોદરા : વડોદરાના મકરપુરા વિસ્તારમાં આજે સવારે એક કંપનીમાં આગ લાગતા અફરાતફરી સર્જાઇ હતી. ફાયર બ્રિગેડ દોડતી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
મકરપુરા જીઆઇડીસીમાં આવેલી શ્રી અંબિકા એન્જિનિયરિંગ નામની કંપનીમાં કોઈ કારણસર આગ લાગતા નાસભાગ મચી હતી. બનાવને કારણે કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. જે દરમિયાન પરેશ વસાવા અને સત્યેન્દ્ર શાહ નામના બે કર્મચારીઓ દાઝ્યા હોવાની માહિતી મળી છે.
બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા બંને ઇજાગ્રસ્ત કર્મચારીઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડે દોઢથી બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લીધી હતી.
Reporter: admin