News Portal...

Breaking News :

સહજાનંદ યુવક મંડળ દ્વારા ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન

2025-09-02 12:09:11
સહજાનંદ યુવક મંડળ દ્વારા ગાયત્રી હવન અને અન્નકૂટનું આયોજન


વડોદરા : શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપનાને છઠ્ઠા દિવસે ગાયત્રી હવન અને અન્નકૂટ નું આયોજન કરવામાં આવ્યું હતું.



વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સહજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 33 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ગણપતની સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગણપતિ સ્થાપના ના 6 દિવસે ગાયત્રી હવન આયોજન કરવામાં આવ્યું હતું સાથે 56 ભોગ ગણપતિ દાદા ને અર્પણ કરવામાં આવ્યા હતા સાથે ગાયત્રી હવન થી સર્વ સોસાયટી સમગ્ર ગુજરાત અને ભારતમાં શાંતિ બની રહે તે હેતુથી ગાયત્રી હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. અને ગણપતિ ના દસ દિવસ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમ મંડળના સભ્ય એ જણાવ્યું હતું.

Reporter: admin

Related Post