જર્જરીત માંડવી પિલરનું સમારકામ શરુ કરાયું છે અને માંડવીની ચારેબાજુ ફેન્સિગનું કામ પુરુ થયું છે. ઐતિહાસ માંડવી દરવાજાના જર્જરી પિલરને સેફટી આપવા માટે પીલરની ફરતે ગોળાકારમાં લોખંડની પ્લેટો વેલ્ડીંગ કરીને લગાવવામાં આવી છે આની અંદર રેતી પલાળેલો ચૂનો ગોળનું પાણી અને ઈંટોના ટુકડા નું મટીરીયલ બનાવીને લોખંડની પ્લેટ વડે બનાવવા માં આવેલા ગોળાકાર સર્કલમાં ભરવામાં આવી રહ્યું છે.જે રીતે પિલરોની જર્જ રીત હાલત છે તે જોતાં તેને ઝડપથી યોગ્ય રીસ્ટોરેશનની જરૂર છે. જો આ કામ ઝડપથી કરવામાં નહીં આવે તો માંડવીના અન્ય પિલરોને પણ નુકસાન થવાની સંભાવના છે. આ જ રીતે ઘણા પિલરોને નુકસાન થયેલું છે. પાલિકાના કમિશનર ઝડપથી ટેન્ડરિંગની પ્રોસેસ પૂરી કરાવી ને યોગ્ય હેરિટેજ કામના જાણકારને આ માંડવીના રિસ્ટોરેશનનું કામ સોંપે એવી વિનંતી કરાઇ છે તો સાથે ચાર દરવાજામાં તેમજ માંડવી પાસે થતા ટ્રાફિક નું સુચારું આયોજન કરાવે અને ચાર દરવાજામાં ફરતા ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાવે એવી વિનંતી પણ કરાઇ છે

ચાર દરવાજામાં ઊભી થયેલી ગંભીર ટ્રાફિક સમસ્યા
માંડવીની ચારે બાજુ ફેન્સીંગનું કામ પૂરું થયું છે. ચાર દરવાજામાં ને માંડવી પાસે ટ્રાફિકનું પ્રમાણ પુષ્કળ રહે છે અને એમ્બ્યુલન્સ વાહનોને પણ જવામાં તકલીફ પડે છે. ભારે વાહનોની અવરજવર રહે છે અને રિક્ષાવાળાઓ દ્વારા ગમે તે રીતે રીક્ષા પાર્ક કરે છે અને જે લોકો ખરીદી કરવા ફોરવીલર લઈને આવે છે એ લોકો પણ રોડ વચ્ચે ગાડી પાર્ક કરે છે ફૂટપાથ પર અને રોડ ઉપર દબાણ પણ ઘણું છે. આ બધી સમસ્યાને લીધે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા ઊભી થાય છે. ટ્રાફિક જવાનો ટ્રાફિક થાય ત્યારે હાજર હોતા નથી ઘણા બધા અકસ્માતો માંડવી પાસે થતા હોય છે પુરાતત્વોની ટીમે જે રીતે જણાવેલું કે માંડવી પાસે ભારે વાહનો તેમજ વાહનોની અવરજવર ઓછી થવી જોઈએ પણ આજ દિન સુધી કોઈપણ કામગીરી થઈ નથી જેને લીધે ઐતિહાસિક માંડવી દરવાજાને ઘણું નુકસાન થઈ રહ્યું છે તેમજ ચાર દરવાજાને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે આના માટે મહાનગરપાલિકાના કમિશનર , પોલીસ કમિશનર તેમજ ટ્રાફિક પોલીસે સંયુક્ત મિટિંગ કરી માઇક્રો લેવલનું આયોજન કરવું પડશે અને ચાર દરવાજામાં ઊભી થયેલી ગંભીર ટ્રાફિક સમસ્યા તેમજ અન્ય સમસ્યાઓનું નિવારણ લાવવું પડશે.
હરિઓમ વ્યાસ, પૂજારી







Reporter: admin







