પવિત્ર ચૈત્રી નવરાત્રિ પાંચમના દિવસે ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ખાતે નવ દિવસ ગાયત્રી ચાલીસા નો પાઠ આયોજન કરવામા આવે છે
ચૈત્ર મહિનાની હાલ નવરાત્રી ચાલી રહી છે. શહેર ના માઇ મંદિરો મા વિવિઘ ઘાર્મિક કાર્યક્રમો યોજાઈ રહીયા છે. ઠેર ઠેર માતાજી ના અનુસ્ઠાન, હોમ હવન અને યજ્ઞો થઇ રહીયા છે. ભક્તો માતાજી ની ભક્તિમા લીન જોવા મળી રહીયા છે. તેવીજ રીતે શહેરના ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે પણ આવો જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજે વિક્રમ સંવત 2080 ને ચૈત્ર સુદ પાંચમ છે, હિન્દુ નવવર્ષ છે સાથે જ ચૈત્ર માસના પ્રારંભથી નવ દિવસ માતાની પૂજા ભક્તિના પવિત્ર દિવસોએ માંઇભક્તો માતાજીની આરાધના કરે છે આજે નવરાત્રિ ના પ્રારંભે વિવિધ મંદિરોમાં તથા ઘરોમાં ઘટસ્થાપન કરવામાં આવે છે, જવારા વાવી પૂજન કરવામાં આવે છે શક્તિના મુખ્ય ત્રણ રૂપોમાં સૌ પ્રથમ બાળસ્વરુપે બાળા બહુચરાજી,યૌવનસ્વરૂપે માં જગદંબા તથા પ્રૌઢસ્વરુપે માં કાલીની પૂજા કરવામાં આવે છે નવ દિવસ નવ શક્તિની ભક્તિ અનુષ્ઠાન, આરાધના કરવામાં આવે છે ચૈત્ર માસનું ખૂબ મહત્વ શાસ્ત્ર મુજબ છે જેમાં ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું જ્યારે નવમા દિવસે ભગવાન વિષ્ણુએ સાતમા અવતાર ભગવાન રામ રૂપે અવતર્યા હતા ચૈત્ર પુર્ણિમાએ ભગવાન શંકરના અગિયારમાં રૂદ્ર અવતાર હનુમાનજી પ્રાગટ્ય થયા હતા આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે. આજે શહેરના ગોરવા સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ખાતે નવ દિવસ ગાયત્રી ચાલીસા નો પાઠ આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્ર માસના રોજના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ગાયત્રી ચાલીસા ના 12 પાઠ કરવામાં આવે છે જ્યારે નોરતાના નવ દિવસ હોય છે નવ દિવસમાં 108 ગાયત્રી ચાલીસાના પાર્ટ કરવામાં આવે છે તેમ કૃતિ પટેલ જણાવ્યું હતું
Reporter: