મુંબઈ : ભારતીય ટીમના પૂર્વ ખેલાડી મુનાફ પટેલે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અંગે એવો ચોંકાવનારો દાવો કર્યો છે, જેનાથી નવો વિવાદ ઉભો થઈ શકે છે.
જોકે મુનાફે મનખોલીને ગંભીરના વખાણ પણ કર્યા છે. મુનાફનું કહેવું છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં ગૌતમ ગંભીરના અનેક દુશ્મન છે, સિલેક્ટર્સ પણ તેમના વિરુદ્ધમાં છે, તેમ છતાં તેઓ માત્ર પોતાના કામ પર ધ્યાન કેન્દ્રીત કરે છે.મુનાફ પટેલે ‘બોમ્બે સ્પોર્ટ એક્સચેન્જ’ના પૉડકાસ્ટમાં દાવો કર્યો છે કે, ગૌતમ ગંભીર માત્ર બહારથી જ નહીં, અંદરથી પણ વિરોધનો સામનો કરી રહ્યા છે. અનેક સિલેક્ટર્સ અને કોમેન્ટેટર્સને ગંભીર પસંદ નથી. મુનાફે ગંભીરના વખાણ કરતા કહ્યું છે કે, ‘તેમનો કડક સ્વભાવ જ તેમની મોટી શક્તિ છે.
તેઓ મોટા નામોથી પ્રભાવિત થતા નથી. તેઓ ટીમમાં શિસ્ત જાળવવા માટે કડક નિર્ણય લેવાથી પણ ખચકાતા નથી. આ જ કારણે ખેલાડીઓ તેમનાથી ડરે પણ છે અને સન્માન પણ કરે છે.’‘મુનાફે એવું પણ કહ્યું છે કે, જો ગંભીરને કોચ પદેથી હટાવવામાં આવે તો ટીમ ઈન્ડિયાને સંભાળવી મુશ્કેલ થઈ જશે. તેમના દાવા મુજબ વર્તમાન સમયમાં ગંભીર એવા કોચ છે, જેમણે ખેલાડીઓ પર નિયંત્રણ રાખેલં છે. જો કોચ ખેલાડીઓને મિત્ર બનાવશે તો ટીમની સિસ્ટમ બગડી શકે છે.
Reporter: admin







