News Portal...

Breaking News :

વેદાંત પાવર પ્લાન્ટમાં બોયલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટમાં 19 શ્રમિકોના કરૂણ મોત

2026-04-16 10:21:16
વેદાંત પાવર પ્લાન્ટમાં  બોયલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટમાં 19 શ્રમિકોના કરૂણ મોત


શક્તિ: છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંત પાવર પ્લાન્ટમાં ગઈકાલે બોયલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. 


આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 19 શ્રમિકોના કરૂણ મોત થયા છે અને મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. આ દુર્ઘટનામાં 35થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. બીજીરતફ કંપનીએ મૃતકના પરિજનોને 35-35 લાખ રૂપિયાની વળતર આપવાની જાહેરાત કરી છે.એકસાથે મોટી સંખ્યામાં શ્રમિકોના મોત થવાને કારણે હોસ્પિટલોમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે. 


રાયગઢ મેડિકલ કોલેજમાં 11 અને જિલ્લા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 5 મૃતદેહો લાવવામાં આવ્યા છે. મૃતકોના પરિવારોની ભીડ હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડી છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે.

Reporter: admin

Related Post