News Portal...

Breaking News :

ગઠીયાએ વેપારીની નજર ચુંકવી સ્કૂટરની ડેકી ખોલી રોકડા ત્રણ લાખ ઉપાડી ફરાર

2024-11-26 16:52:42
ગઠીયાએ વેપારીની નજર ચુંકવી સ્કૂટરની ડેકી ખોલી રોકડા ત્રણ લાખ ઉપાડી ફરાર


વડોદરા : શહેર પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવાનો સીલસીલો યથાવત છે. શહેરમાં ગુનેગારો પર પોલીસની પકડ છુટતી દેખાતી હોવાની ચર્ચા છે. 


ત્યારે હવે દિન દહાડે વેપારીના ગોડાઉનમાં પહોંચેલા બે પૈકીના એક ગઠીયાએ વેપારીની નજર ચુંકવી સ્કૂટરની ડેકી ખોલી રોકડા ત્રણ લાખ ઉપાડી ફરાર થઇ ગયો હતો. જોકે આ ઘટનાની જાણ પોલીસને થતાં સ્થાનિક પોલીસ સહિત અન્ય બ્રાન્ચની ટીમો પણ દોડતી થઇ હતી.બનાવ અંગે વેપારી જયેશભાઇ જેઠાલાલ બાવીસીએ સીટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરીયાદ અનુસાર, તેઓ યાકુતપુરા સ્થિત ચરોતર હોલાની બાજુમાં સૌરાષ્ટ્ર ટ્રેડીંગ કોર્પોરેશન નામથી ગોડાઉન ધરાવે છે અને તેલના ખાલી ડબ્બાની લે-વેચનો વેપાર કરે છે. 


ગતરોજ તેઓ પોણા પાંચ વાગ્યાની આસપાસ સુલતાનપુરા સ્થિત આંગડીયા પેઢીમાંથી 3 લાખ રોકડા લઇ પોતાની સ્કૂટર જ્યુપીટરની ડેકીમાં મુકી ફરી યાકુતપુરા સ્થિત પોતાના ગોડાઉન પર આવ્યાં હતા.ગોડાઉન પર આવ્યાં બાદ તેઓ પોતાનું કામ કરી રહ્યાં હતા અને આંગડીયા પેઢીમાંથી લેવાલી રોકડ રકમ તેમની જ્યુપીટરની ડેકીમાંજ મુકી રાખી હતી ગોડાઉનના કમ્પાઉન્ડમાં પાર્ક કરી હતી. દરમિયાન બે લોકો તેમના ગોડાઉને આવી પહોંચ્યાં અને ગ્રાહકી ચાલતી હતી. ત્યારે ગોડાઉન પર આવેલા બે શખ્સો અચાનક નિકળી જતા તેમની શંકાસ્પદ હીલચાલ હોવાથી વેપારીને શંકા જતા જ્યુપીટરની ડેકી ખોલી જોયું તો રોકડ રકમ ત્રણ લાખ જોવા મળી ન હતી.

Reporter: admin

Related Post