News Portal...

Breaking News :

વિવિધ વિસ્તારના દબાણો હટાવતા ઠેક ઠેકાણે તમાશો જોવા ટોળા ઉમટ્યા

2024-11-26 16:22:39
વિવિધ વિસ્તારના દબાણો હટાવતા ઠેક ઠેકાણે તમાશો જોવા ટોળા ઉમટ્યા


વડોદરા : ભાજપ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ પાલિકા-પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે પરંતુ બની ગયેલી દબાણ હટાવો ઝુંબેશનો કાફલો વિસ્તારમાંથી જતા જ ગણતરીના કલાકોમાં ફરી એકવાર યથા સ્થાને દબાણો જેમના તેમ ગોઠવાઈ જાય છે. આમ પાલિકા અને પોલીસની કામગીરી માથે પડે છે.  


ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યા પોલીસની હાજરીમાં જ થતાં પોલીસ પર માછલા ધોવાયા હતા. પરિણામે જન આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેથી પોલીસ અને પાલિકા દ્વારા એક્શન પ્લાન ઘડાયો હતો. એમાં પોલીસ અને પાલિકાએ સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારના દબાણો હટાવવાનું નક્કી કરાયું હતું. જેમાં આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સન ફાર્મા રોડ પર અને પાણીગેટ સોમા તળાવ વિસ્તારમાંથી દબાણો હટાવીને કુલ ચાર ટ્રક જેટલો માલ સામાન અને લારી ગલ્લા કબજે લઈને બનાવવામાં આવેલા હંગામી શેડ તથા ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા. 


પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ 10-11ના લારી ગલ્લા સહિત વાહન રીપેરીંગના શેડ તથા થાણી પીણીની લારીઓ ખસેડવાનું દબાણ શાખાએ શરૂ કર્યું હતું. પરિણામે કેટલીય જગ્યાએ જીભા જોડી અને દબાણ ટીમ સાથે રકઝક સહિત તુ તુ મેં મેં થતાં મામલો બીચ કે એ અગાઉ પોલીસે સમજાવટથી મામલો થાળી પાડ્યો હતો. વિવિધ વિસ્તારના દબાણો હટાવતા ઠેક ઠેકાણે તમાશો જોવા ટોળા ઉમટ્યા હતા. દબાણ શાખાની ટીમે આ વિસ્તારમાં અનેક જગ્યાએ બનાવાયેલા ગેરકાયદે ઓટલા પણ તોડ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા આ વિસ્તારની જુદી જુદી જગ્યાએથી કુલ બે ટ્રક જેટલો માલસામાન અને લારીઓ કબજે કરીને આટલાદરા સ્ટોરમાં જમા કરાવ્યો હતો.

Reporter: admin

Related Post