વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂરો થતા સુધીમાં કેટલાય નેતા- અધિકારીઓને જલસા જ જલસા..
માનવ અધિકાર આયોગનાં સૂચન પછી કોર્પોરેશનાં સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી...

હિટાચી-જેસીબી મશીન લાવીને નદીના કિનારે ઉગી ગયેલા ઝાડી-ઝાંખરા અને કન્સ્ટ્રક્શનનો કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું...
વડોદરાની વિશ્વામિત્રી નદીના કિનારે અઢળક કન્સ્ટ્રક્શન સાઇટનો કચરો ઠલવાઇ રહ્યો હતો અને કોર્પોરેશન કંઈ ધ્યાન આપતું નથી. હવે માનવ અધિકાર આયોગે કરેલા સૂચન બાદ કોર્પોરેશન અચાનક જાગ્યું છે અને આ કાટમાળ સહિતનો કચરો હટાવવાની કામગીરી શરૂ કરી છે.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે હિટાચી મશીન અને જેસીબી મશીન સાથે અકોટા સ્મશાન પાછળ પસાર થતી વિશ્વામિત્રીના કિનારે પહોંચી અને કાટમાળ હટાવવાનું કામ શરૂ કર્યું. નદીના કિનારે ઉગી ગયેલી ઝાડી-ઝાંખરા અને કન્સ્ટ્રક્શનનો કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

માનવ અધિકાર આયોગ દ્વારા બનાવાયેલી કમિટીએ વિશ્વામિત્રીના અલગ-અલગ કિનારે 12 સ્થળોએ કાટમાળ નોંધ્યો હતો અને તેને હટાવવા કોર્પોરેશનને સૂચન કર્યું હતું, જેના પગલે સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે આવેલા પૂરની સ્થિતિ બાદ કમિટીએ વિશ્વામિત્રીની મુલાકાત લીધી અને ત્યારબાદ સૂચનો આપ્યા હતા. ગત સપ્તાહે કલેક્ટર કચેરીમાં બેઠકમાં જેસીબી મશીનથી કામગીરી શરૂ કરવા માર્ગદર્શિકા આપવામાં આવી હતી.કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે વિશ્વામિત્રીમાં ઝાડી-ઝાંખરા ઉગી ગયા હતા અને અકોટા સ્મશાન પાસે નદીના કિનારે કાપણીનું કામ ચાલી રહ્યું છે. છેલ્લાં ત્રણ દિવસથી મશીન મુકીને કિનારો સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Reporter: admin







