News Portal...

Breaking News :

ઓનલાઇન હાજરી એપ પર સફાઈકર્મચારીઓનો વિરોધ

2025-12-09 10:45:30
ઓનલાઇન હાજરી એપ પર સફાઈકર્મચારીઓનો વિરોધ


જે સફાઈ કર્મચારીઓ એક વખત માંડ આવતા હોય, તેઓને ચાર વખતની હાજરી પૂરવાની કઈ રીતે ફાવશે ?...
દરેક કર્મચારીઓને કમ્પલસરી ડ્રેસ હોવો જોઈએ.જેથી ડ્યુટી ઉપર છે કે કેમ તેનો નાગરિકોને પણ અંદાજ આવે.
વોર્ડ 6ના સફાઈકર્મીઓએ દાવો કર્યો કે દિવસમાં ચાર વખત હાજરી પૂરવાની મુશ્કેલી...



દરેક પાસે એન્ડ્રોઇડ ફોન ન હોવાને કારણે કામગીરી પર અસર પડી રહી છે..
વડોદરામાં ઓનલાઈન હાજરી એપ્લિકેશનને લઈને સફાઈકર્મીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 6 ના સફાઈ કર્મીઓએ સોમવારે ઓનલાઇન હાજરીનો વિરોધ કર્યો હતો. સફાઈકર્મીઓએ દાવો કર્યો કે ઓનલાઇન એપ્લિકેશનથી તેમને પારાવાર મુશ્કેલી પડી રહી છે.સફાઈકર્મીઓએ મીડિયાને જણાવ્યું કે દિવસમાં ચાર વખત હાજરી પોઈન્ટ પર હાજરી આપવી પડે છે. જ્યારે પહેલાં દિવસમાં માત્ર એક વખત જ હાજરી આપવી પડતી હતી. 


કિશનવાડી ચાર રસ્તા પાસે સફાઈકર્મીઓએ આજે વિરોધ કર્યો હતો.હાજરી ભરવામાં મુશ્કેલી થઈ રહી છે. સફાઈકર્મીઓએ જણાવ્યું કે હાલ તેઓ દુરથી આવે છે અને હાજરી પૂરવી પડે છે. મહિલા કર્મીઓ પણ હાજર છે, જેના કારણે તમામનો સમય બગડી રહ્યો છે. તેમણે કહ્યું, “સવારે 7ની હાજરી માટે અને 2 વાગ્યાની હાજરી માટે પણ અમે તૈયાર છીએ. દરેક પાસે એન્ડ્રોઇડ ફોન હોતા નથી. છતાં અમે દિવસમાં ચાર વખત હાજરી આપવા આવીએ છીએ.”

Reporter: admin

Related Post