News Portal...

Breaking News :

વર્ચ્યુલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ ડબ્બા કોલિંગથી ખંડણી માંગતા ગૅંગસ્ટર

2024-09-19 09:48:54
વર્ચ્યુલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ ડબ્બા કોલિંગથી ખંડણી માંગતા ગૅંગસ્ટર


નવી દિલ્હી : ભારતમાં બેઠેલો ખંડણીખોર ગેંગનો સદસ્ય ઈન્ટરનેટનો ઉપયોગ કરીને પીડિતને ફોન કરે છે. બીજા ફોનનો ઉપયોગ કરીને તે પોતાના બોસને બીજો કોલ કરે છે. 


આ બંને ફોન સ્પીકર પર રાખીને બોસ દ્વારા પીડિતને ધમકી અપાવવામાં આવે છે. જ્યારે, ડબ્બા કોલિંગનો પીડિત પોલીસ પાસે જાય છે ત્યારે પોલીસને આ ફોન ટ્રેસ કરવામાં ફાંફા પડી જાય છે. મોટાભાગના કેસમાં ખંડણીખોર ગેંગનો સદસ્ય અને ગેંગનો બોસ અલગ અલગ દેશમાં બેઠા હોય છે. તેઓ વીપીએન એટલે કે, વર્ચ્યુલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરીને ફોન કરે છે. વીપીએનમાં જે તે વ્યક્તિનું આઈપી એડ્રેસ જોઈ શકાતું નથી. ભારતમાં બેઠેલા વ્યક્તિનું લોકેશન પણ ગ્રીસ, પોલેન્ડ જેવા દેશોનું બતાવે છે. ડબ્બા કોલિંગમાં આવા એક નહીં બે ફોન અને બંનેમાં અલગ-અલગ વીપીએનનો ઉપયોગ તેમને ટ્રેસ કરવા ફોરેન્સિક એક્સપર્ટ માટે પણ પડકારજનક બનાવે છે. 


ડબ્બા કોલિંગનો પહેલો કેસ ગત વર્ષે સામે આવ્યો હતો. હિંમાશું ભાઉ નામનો ૨૧ વર્ષનો ગેંગસ્ટર કે જેનું છેલ્લું લોકેશન પોર્ટુગલ હતું, તેણે ભારતના જાણીતા કેબલ ઓપરેટરને ધમકી આપી હતી. ઇનામી ગેંગસ્ટર ભાઉના માણસે ડબ્બા કોલિંગથી ભાઉ અને દિલ્હીના કેબલ ઓપરેટરની વાત કરાવી હતી. કેબલ ઓપરેટરે નાણા ન આપતા ભાઉના શાર્પશૂટર્સે કેબલ ઓપરેટરના દિકરા હિતેશની ગોળી મારીને તેની હત્યા કરી હતી. દિલ્હીમાં આ મામલે એફઆઈઆર થતા પોલીસે હરિયાણા ઝજ્જરથી બે આરોપીઓની ધરપકડ કરી હતી.

Reporter: admin

Related Post