News Portal...

Breaking News :

યુએનએસસીએ ઇમરજન્સી બેઠક બોલાવી: ઇઝરાયેલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાની પણ માંગ

2024-09-19 09:46:56
યુએનએસસીએ ઇમરજન્સી બેઠક બોલાવી: ઇઝરાયેલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાની પણ માંગ


લેબેનોનમાં  પેજર સીરિયલ બ્લાસ્ટ બાદ અનેક સ્થળે મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ સહિતના વાયરલેસ ડિવાઇસમાં અચાનક બ્લાસ્ટ થતા લેબેનોન સહિત સાઉદી અરેબિયા, ઈરાન સહિતના દેશો ઈઝરાયેલ પર ગુસ્સે ભરાયા છે, જ્યારે યુનાઈટેડ નેશન્સે પણ ચેતવણી આપી છે. 


આ ઉપરાંત UNSC દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. દરમિયાન ગઈકાલે થયેલા અનેક બ્લાસ્ટમાં 4000થી વધુ લોકોને ઈજા અને 12 લોકોના મોત થયા છે, જ્યારે આજે અનેક ડિવાઈસમાં થયેલા ધડાકામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોને ઈજા અને 9 લોકોના મોત થયા છે. મૃતકોનો આંકડો હજુ વધવાની સંભાવના છે.યુનાઈટેડ નેશન્સે ઇઝરાયેલને ચેતવણી આપી છે અને મહાસભામાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં ઇઝરાયેલને 12 મહિનાની અંદર પેલેસ્ટાઇનના કબજે કરેલા ક્ષેત્રોમાંથી પોતાની હાજરી દૂર કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. 


આ બિલમાં ઇઝરાયેલને કબજે કરાયેલા વેસ્ટ બેંક અને પૂર્વ જેરૂસલમમાં તેની ઉપસ્થિતિ સમાપ્ત કરવા આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું પાલન કરવા ઉપરાંત ઇઝરાયેલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરવામાં આવી છે.અલ્જેરિયાની માંગ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ લેબેનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટને લઈને સભ્ય દેશોની ઇમરજન્સી બેઠક બોલાવી છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ દરમિયાન લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓને નિશાન બનાવવાનું ટાળવા કહ્યું હતું અને લશ્કરી કાર્યવાહી પહેલા વિસ્ફોટોને એક વ્યૂહરચનાનું ભાગ ગણાવ્યું હતું.

Reporter: admin

Related Post