સાવલી નગરના અનેક પંડાલોમાં દસ દિવસ શ્રીજીની સ્થાપના પૂજા અર્ચના કર્યા બાદ.સાવલી નગરમાં ડી.જેના તાલ સાથે ગણેશ ભક્તો ગણેશ વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી .
સાવલી નગરના અલગ અલગ વિસ્તારોમાં શ્રીજી શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રા સાવલી નગરના વિસ્તારોમાં ફરીને સાવલીમાં આવેલ દામાજીના ડેરા પાસે આવેલ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું. ભક્તજનો દ્વારા ગણપતિ બાપા મોરિયા.અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે સાવલી નગરના અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં નાદ ગુંજી ઉઠ્યો.
નગરપાલિકા દ્વારા પણ ગણેશ વિસર્જન માટેની તળાવમાં વિસર્જિત કરવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.ગણેશ વિસર્જનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવલી પોલીસ તથા વડોદરા જિલ્લાની વિવિધ પોલીસ એજન્સીઓ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. અને શાંતિપૂર્વક માહોલમાં ગણેશ વિસર્જનની પૂર્ણાહુતિ થઈ.
Reporter: admin