ટેલિગ્રામ પર ઓનલાઇન જોબ આપવાના બહાને વિવિધ ટાસ્ક પૂર્ણ કરાવીને છેતરપિંડી કરતા મૂડ બોરસદનો યુવક દુબઈ ખાતે રહીને આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો
પરંતુ બે વર્ષ બાદ તે પરત અમદાવાદથી વડોદરા આવતો હતો તે દરમિયાન એલ.ઓ.સી ની ટીમે તેની અટકાયત કરી હતી.બે વર્ષથી લોકોને ઓનલાઇન જોબ આપવાના બહાને વિવિધ ટાસ્ક પૂર્ણ કરવાના બહાને એક લાખ ઉપરાંત ની મત્તા વિવિધ બહાને પડાવી લીધી હતી. જોકે યુવક વિરુદ્ધ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી બે વર્ષથી આરોપી પકડાતો ન હતો પરંતુ દુબઈથી પરત આવતી વખતે અમદાવાદ એરપોર્ટ પર જ એલઓસી ની ટીમ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો હતો જો કે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૂળ બોરસદ ખાતે રહેતા મોહમ્મદ જુનેદ મલેક વિરુદ્ધ 11 રાજ્યોમાં ફરિયાદ નોંધાયેલી છે જેના આધારે એલ.ઓ.સી દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી.
ખાતા નંબર આપતા પહેલા વિચારજો અનેક લોકો મિત્રતાના ભાવે તેમજ પરિવાર સાથે ના અંગત સંબંધના કારણે પોતાના ખાતા નંબર તેમજ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજી પુરાવાઓ આપતા હોય છે. પરંતુ તેમના અંગત સમાન તે સ્વજન તેમના દસ્તાવેજી પુરાવા તેમજ ખાતા નંબરનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનાથી તેઓ અજાણ હોય છે. ત્યારે સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપી મોહમ્મદ જુનેદ મલેક તેના ભારતીય મિત્રો પાસેથી બેંકમાં ખાતું ખોલાવતો સાથે જ સીમકાર્ડ પણ મંગાવતો હતો અને આ તમામ બેન્ક ખાતા અને સીમકાર્ડ ચાઈનીઝ દુભાષિયાને વેચતો હતો જો કે બેંકમાં ખાતું ખોલી આપનાર મિત્રોને પણ કમિશન આપતો હોવાનું તેણે કબુલ્યું હતું.
Reporter: admin