વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે
તે સિવાય પણ સોશિયલ મીડિયા પર ખાસ તો યુવાઓના યુથ આઇકન તરીકે તેમજ સોશિયલ મીડિયા પર સૌથી ચર્ચિત નેતા તરીકે છબી ધરાવતા નરેન્દ્ર મોદીના જન્મદિવસે સમગ્ર સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિચારો ધરાવતી પોસ્ટ તેમજ તેમના ફોટો જોવા મળી રહ્યા છે ત્યારે શહેરમાં સયાજીગંજ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાંચે ગુજરાતની વિચારધારાને પ્રોત્સાહન આપતા આજે સુભાનપુરા ખાતે લાઇબ્રેરી જે ઘણા સમયથી ઉદ્ઘાટનની રાહ જોતી હતી આજે તેનું સાંસદ ડો.હેમાંગભાઈ જોષી અને ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
તે સિવાય "એક પેડ માં કે નામ" અભ્યાન અંતર્ગત આજે સેલ્ફ વોટરીંગ ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ ગોરવા રિફાઇનરી રોડ પર કાર્યક્રમ યોજાયો હતો. તે સિવાય આંગણવાડીના બાળકોને રમકડા આપવાના કાર્યક્રમની શરૂઆત મુખ્યમંત્રી રૂપે કરી હતી. આજે ગોરવા ખાતે આવેલ પ્રગતિ નગર આંગણવાડીના બાળકો માટે રમકડા ઉઘરાવીને તેને આગળ વધારવાનું કામ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયા ધ્વારા કરવામાં આવ્યુ છે. ત્યાર બાદ કેક કટ કરીને આઈસ્ક્રીમ આપવામાં આવ્યો હતો. સાથે જ શુભમપાર્ક ખાતે ધારાસભ્ય કેયુરભાઈ રોકડીયાની ગ્રાન્ટ માંથી રૂ.૧૪,૯૦,૦૦૦ના ખર્ચે નવીન પીવાના પાણીની લાઈનના વિકાસના કામનું ખાત મુર્હત કરવામાં આવ્યું. સાથે જ આધાર કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
Reporter: admin