News Portal...

Breaking News :

રિધ્ધિ સિધ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી

2025-10-10 11:32:01
રિધ્ધિ સિધ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તોએ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવી


વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ રિધ્ધિ સિધ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તો એ ગણપતિદાદા ના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે આજે વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આસો વદ ચોથના દિવસે ઉજવવામાં આવે ત્યારે આજે પણ પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરી ને કરવા ચોથનું વ્રત ઉજવશે. 


વિવાહિત મહિલાઓનું મહાપર્વ કરવા ચોથ દર વર્ષે આસો વદ ચોથના દિવસે ઉજવવામાં આવે આ દિવસે માતા કરવાની પૂજા કરવાની સાથે અને ચંદ્રોદયના સમયે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાની સાથે પૂજા કરવાનું વિધાન છે. આ વ્રત સામાન્ય રીતે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે સ્થળોએ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે અને આજે કરવા ચોથનો ચાંદોદય રાત્રિના 8 વાગ્યે 47 મિનિટ ને થનાર છે અને મહિલાઓ ચંદ્રદેવની પૂજા કરીને ઉપવાસની પૂર્ણાહુતિ કરશે અને પતિના આશિર્વાદ લેશે.  

Reporter: admin

Related Post