14 ઓકટોબરે વડોદરા શહેરમાં રેલી સ્વરૂપે કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે
અમદાવાદ : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની વરણી કરાયા બાદ હવે સૌકોઈની નજર આગામી સમયમાં રચાનારી તેમની ટીમ પર છે,
પ્રદેશ ભાજપના નવા સંગઠનની રચના થાય એ પહેલાં જગદીશ પંચાલ ગુજરાતનો પ્રવાસ કરશે. આઠ દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ જિલ્લા ભાજપના સંગઠનના્ હોદ્દેદારો સાથે મુલાકાત કરશે. 14 ઓકટોબરે વડોદરા શહેરમાં રેલી સ્વરૂપે કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે.નવનિયુક્ત પ્રદેશ ભાજપ-પ્રમુખ 10મી ઓક્ટોબરે અંબાજી મંદિરે દર્શન કરી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે. પ્રદેશ પ્રમુખના પ્રવાસની જવાબદારી યુવા ભાજપના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલ, ધવલ પટેલ અને સંદીપ દેસાઈને સોંપવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષના પ્રવાસને જોતાં ભાજપ સંગઠનની જાહેરાત હવે દિવાળી બાદ જ કરવામાં આવે એવી શક્યતા છે.
પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા 10 ઓક્ટોબરના રોજ સવારે અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરશે. ત્યારબાદ પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા આગેવાનો સાથે ભોજન લઈ સિદ્ધપુર જવા રવાના થશે. સિદ્ધપુર, મહેસાણાથી કલોલ સુધી યાત્રા દરમ્યાન આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે. મહેસાણા જીલ્લાના ઊંઝા ખાતે ઉમિયા માતાજીના મંદિરે દર્શન કરશે. ત્યારબાદ ગાંધીનગર જીલ્લાના કલોલ ખાતે બજારની દુકાનોમાં GST માં રાહતને અનુલક્ષીને સ્ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.11 ઓકટોબરે સુરતના તાપીમાં કાર્યકર્તા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેશે.
Reporter: admin







