વડોદરા: ગંભીરા બ્રિજ દુર્ઘટનાના સારવાર લઈ રહેલા ત્રણ દર્દીઓ પૈકી એક દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ નહીં હોવાથી બહારથી બોલાવવાની ફરજ પડી હતી.

સયાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણ એ માહિતી આપતા જણાવ્યું હતું કે,ગંભીરા બ્રિજ દુર્ઘટનાના એસએસસી હોસ્પિટલ ખાતે હાલમાં ત્રણ દર્દીઓ દાખલ છે. ત્રણે ત્રણ હાલમાં સ્ટેબલ છે. એક દર્દીને અમારે એસઆઇસીયુમાં રાખવો પડ્યો છે. કારણકે એને શ્વાસની તકલીફ ઊભી થઈ હતી. જેથી તે ICU માં છે. આ દર્દીને થોડુંક ઇન્ફેક્શન જણાઈ આવતા એને અમે હાલ એસઆઈસીયુમાં રાખેલો છે.

ઇન્ફેક્શનમાં ઘણા બધા કારણો હોય છે.જેમ કે સર્જરીમાં કે એ પાણીમાં પડ્યા હોય તો એનાથી, ઘણા બધા કારણ હોઈ શકે છે. હાલમાં તો કોઈ ચોક્કસ કારણ કહી ન શકાય. એક દર્દી માટે વાસ્ક્યુલર સર્જન ઉપલબ્ધ ન હતા. એટલા માટે અમારે બહારથી બોલાવવા પડ્યા હતા.
Reporter: admin







