વડોદરા: સ્માર્ટ સિટી ને ખડોદરા ની સાથે ભુવા નગરી ઓળખાય છે. વડોદરા શહેર છાશ વારે અનેક વિસ્તારોમાં ભુવા પાડવાની ઘટનાઓ સામે આવી હોય છે ત્યારે હાથીખાના રોડ ખાતે સાત ફૂટનો ભુવો પડતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી એ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.

વડોદરા શહેર ચોમાસુ, ઉનાળો, કે શિયાળો હોય પણ ગમે તે ઋતુમાં વડોદરામાં ભુવા પાડવાની ઘટનાઓ સામે આવતી હોય છે અને તંત્ર માત્ર હલકી ગુણવત્તા ના કારણે વારંવાર ભુવા પડતા હોય પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કોન્ટેક્ટ દ્વારા યોગ્ય ગુણવત્તા નું મટીરીયલ ન વાપરતા વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ભુવા પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે

ત્યારે વડોદરા શહેર હાથી ખાના રોડ ખાતે વધુ એક ભુવો પડ્યો આ ભુવો સાત ફૂટ જેટલો પહોળો જોવા મળ્યો હતો. આ રોડ ટ્રાફિક થી ધમધમતો હોય છે. તંત્રની બેદરકારીના કારણે વારંવાર વડોદરા શહેરમાં ભુવા પડવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી એ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.



Reporter: admin







