ચાણોદ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં મદદગારી કરનારા અને 4 માસથી ફરાર આરોપીને વડોદરા જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે ઝડપી પાડ્યો છે.
પોલીસે જણાવ્યું કે નસવાડી તાલુકાના એક ગામની 14 વર્ષની સગીરાને આરોપી તુલસી રામજી વસાવા લગ્નના ઇરાદે લલચાવીને ભગાડી ગયો હતો. અને સહ આરોપી નારસિંગ ઉર્ફે નારજી ગારદીયાભાઇ વસાસાએ સગીરાને ભગાડી જવામાં મદદ કરી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ગુનો નોંધાયા બાદ તે ફરાર થઇ ગયો હતો. જિલ્લા પેરોલ ફર્લો સ્ક્વોર્ડે જુલધુણી ગામમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો અને તેને ચાણોદ પોલીસને હવાલે કર્યો હતો.
Reporter: admin







