વડોદરા સહિત ગુજરાતની એક હજાર સ્કૂલોમાં ભણતાં વિદ્યાર્થીઓને ક્લાઈમેટ ગેમ ચેન્જર બનાવવા માટેની શિક્ષણ સામગ્રી તૈયાર કરવામાં આવી છે.

આ વિદ્યાર્થીઓ ક્લાયમેટ ચેન્જ પ્રત્યે જાગ્રત થાય અને તેને સમજીને વિવિધ અસરોને ઓછી કરવા કામ કેવી રીતે કરી શકે તે માટે કામ કરશે આ કાર્યકમ માટે વડોદરાની 30 શાળાઓના શિક્ષકોને ખાસ તાલીમ આપવા માટે આજે કમ્યૂનિટી સાયન્સ સેન્ટર, સુભાનપુરા ખાતે વર્કશોપ યોજાશે. ક્લાઈમેટ ગેમ ચેન્જર વિદ્યાર્થીઓને બનાવવા માટેનું મટિરિયલ તૈયાર કરાયું છે. વિદ્યાર્થીઓ જુદી જુદી ગેમ્સથી ક્લાઈમેટ ચેન્જ પરત્વે જાગ્રત થશે.

આ માટે ક્લાયમેટ ગેમ, કી બોર્ડ ગેમ, મેથોપત ગેમ, કરિયર ગેમ, વસુધૈવ કુટુંબકમ ગેમ જેવી ઇન્ટરએક્ટિવ ગેમ્સનો સમાવેશ થાય છે.સ્કૂલના શિક્ષકો આ મટિરિયલના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાની સુઝ, તર્કશક્તિનો ઉપયોગ કરી ટીમવર્ક, સોશિયલ સ્કીલ, લીડરશિપ, કો-ઓપરેશન, સમસ્યાઓનો ઉકેલ જેવા મુદ્દા પર કામ કરવા પ્રેરિત કર્યા. આ કરવાથી વિધાર્થીઓ નુ ટેલેન્ટ વધશે અને ભવિસ્યમા તે ઊંચું મુકામ હાસિલ કરી શકશે.


Reporter: admin







