વડોદરાને સંસ્કારી નગરી ગણવામાં આવે છે. પરંતુ અનેક જગ્યાએ ગેરનીતિઓ ચાલે છે. આવુજ સ્કૂલોમા ચાલતું કૌભાંડ બહાર આવી રહ્યું છે.
બાળકો સાથે ઘણી દુર્કઘનાઓ બની રહી છે છતાં કોઈની આંખો ખુલતી નથી. હાલ શહેરની ખાનગી સ્કૂલઓમા FRCના પ્રમાણે ફી લેવામાં આવતી નથી અને સ્કૂલમાં ફાયર સેફ્ટી ન હોવાના પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરનીતી સામે NSUI મેદાનમાં આવી છે.આ અંતરંગત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. બાળકો ક્યાં સુધી ભોગ બનશે તે સમજાતું નથી.વડોદરા શહેરમાં ૧૦૦ કરતા વધારે ખાનગી સ્કૂલો ચાલવામાં આવે છે.એમાંથી ઘણી સ્કૂલોમાં FRC પ્રમાણે ફીસ લેવામાં આવતી નથી તેવી ફરિયાદ આવી છે. આ ફરિયાદ NSUIના કાને પડતા જ આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં FRC ફીસ શાળા સંચાલકો દ્વારા લેવામાં આવે તેમ જ ઘણી શાળાઓમાં ફાયર સેફટી ને લઈને પણ અભાવ જોવા મળી રહ્યો છે
આ તમામ મુદ્દે NSUI મેદાનમાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.NSUI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ખાનગી સ્કૂલઓમાં FRC ના પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે ફી લેવામાં આવતી નથી ખાનગી સ્કૂલઓ ના સંચાલકોએ વિદ્યા ને વ્યાપાર બનાવી ધીધો છે તો આવી ખાનગી સ્કૂલઓ ના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે એવી એન.એસ.યુ.આઈની માંગ છે તેમજ ઘણી બધી સ્કૂલઓ માં ફાયર સેફ્ટી પણ નથી જો કોઈ બનાવ બન્યો તો વિદ્યાર્થીઓ ના જીવન ભોગ બનશે તો એનો જિમેદાર કોણ ??અને મેનેજમેન્ટ માં પણ ઘણી બધી ગેરનિતી ચાલે છે તો આવી તમામ સ્કૂલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી એન.એસ.યુ.આઈની માંગ સાથે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
Reporter: