પેરિસ: ઓલિમ્પિક્સ 2024 ઘણા કારણોસર વિવાદતમાં સપડાઈ છે. શરૂઆતમાં ઓપનિંગ સેરેમનીમાં ‘ધ લાસ્ટ સપર’ પેન્ટિંગ આધારિત કથિત અભદ્ર રજૂઆત બાદ કેટલીક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પણ વિવાદોના ઘેરામાં છે. એવામાં ગુરુવારે મહિલા બોક્સિંગ સ્પર્ધા દરમિયાન બનેલી ઘટનાથી ખુબજ ગંભીર વિવાદ ઉભો થયો છે.
અલ્જેરિયાની બોક્સર ઇમાન ખલીફે ગુરુવારે પ્રથમ રાઉન્ડની મેચ જીતી લીધી હતી જ્યારે ઇટાલિયન પ્રતિસ્પર્ધી એન્જેલા કેરિની મેચની માત્ર 46 સેકન્ડ બાદ ખસી ગઈ હતી.ઇમાન ખલીફ એક ટ્રાન્સ જેન્ડર મહિલા બોક્સર છે, જેને અંગે અગાઉ પણ ઘણા વિવાદો થઇ ચુક્યા છે. લિંગ પરીક્ષણમાં નિષ્ફળ જતાં ખેલીફને 2023 વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, જેના કારણે પેરિસમાં તેની હાજરી ટોક ઓફ ધ ટાઉન બની હતી. તેમ છતાં ઈન્ટરનેશનલ બોક્સિંગ ફેડરેશન અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ તેને ઓલિમ્પિકમાં રમવા માટે લાયક જાહેર કરી હતી અને તે મેદાનમાં ઉતરી હતી.
મહિલા બૉક્સિંગનો બાઉટ શરૂ થયો ને 46 સેકન્ડ પછી ઇટલીની સ્પર્ધકે ચાલતી પકડી ગુરુવાર, 1 ઓગસ્ટના રોજ, અલ્જેરિયાની ઈમાન ખલીફનો મહિલાઓની 66 કિગ્રા બોક્સિંગ કેટેગરીમાં ઈટાલીની એન્જેલા કેરિનીનો સામે મેચ હતો. આ મેચ રાઉન્ડ ઓફ 16માં હતી અને નોકઆઉટ રાઉન્ડ હતી. આ ઓલમ્પિકમાં બંનેની આ પ્રથમ મેચ હતી. આ મેચ 1 ઓગસ્ટે ભારતીય સમય અનુસાર બપોરે 3.50 વાગ્યે રમાઈ હતી. પ્રથમ રાઉન્ડ શરૂ થયો અને કેરિની અને ખલીફ વચ્ચે માત્ર થોડા જ પંચ બાદ, કેરિનીએ અધવચ્ચેથી બહાર જવાનું નક્કી કર્યું, જે ઓલિમ્પિક બોક્સિંગમાં એક અત્યંત અસામાન્ય ઘટના છે. દરેક એથ્લેટ ઓલિમ્પિક મેડલનું સપનું જુએ છે અને પોતાનું નામ પાછું ખેંચી લેવું આશ્ચર્યજનક હતું. આ પછી કરીની જમીન પર ઘૂંટણિયે બેસી ગઈ અને રડવા લાગી.
Reporter: admin