શહેરના ડભોઇ રોડ પર આવેલા શાંતિ નગરમાં રહેતા રિતુબેન નામના સામાજિક મહિલા આગેવાન દ્વારા છેલ્લા પંદરેક વર્ષથી આ વિસ્તારમાં દશામાની પ્રતિમાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.

તેઓના જણાવ્યા અનુસાર, તેમના ઘરમાં માતાજીની કૃપાથી ચોરીનો બનાવ નિષ્ફળ ગયો હતો ત્યારે તેમણે પાંચ પ્રતીમાઓથી નિઃશુલ્ક વિતરણની શરૂઆત કરી હતી આજે બસો એકાવન પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આવતીકાલથી દશામાં ના દસ દિવસના વ્રતનો પ્રારંભ થાય છે ત્યારે આજરોજ શાતિનગર ખાતે રિતુબેન અમીતભાઇ તથા વોર્ડ નં 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના પાર્વતીબેન અને અન્ય સાથે આ પ્રતિમાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આવતીકાલ થી શરૂ થતા માં દશામાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.




Reporter: admin







