News Portal...

Breaking News :

યુનેસ્કો સંગઠનમાંથી અમેરિકાનો બહાર નિકળી જવાનો નિર્ણય

2025-07-24 11:16:08
યુનેસ્કો સંગઠનમાંથી અમેરિકાનો બહાર નિકળી જવાનો નિર્ણય


વોશિંગ્ટન :યુનાઇટેડ નેશનનું એક સંગઠન યુનેસ્કો શૈક્ષણિક,વૈજ્ઞાાનિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં કામ કરે છે. વિશ્વમાં રહેલા પ્રાચીન વારસાની જાળવણી અને જતનમાં યુનેસ્કોનું મોટું પ્રદાન છે. 


યુનેસ્કો સંગઠનમાંથી અમેરિકાએ બહાર નિકળી જવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. અમેરિકી વિદેશ મંત્રાલયની પ્રવકતા ટેમી બુ્રસે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુનેસ્કોમાં અમેરિકાની સતત ભાગીદારી રાષ્ટ્રીય હિતમાં નથી.યુનેસ્કો વિભાજનકારી સામાજીક અને સાંસ્કૃતિક ઉદ્દેશોને આગળ વધારવાનું કામ કરતું હોવાનો આરોપ મુકયો હતો. તે યુએનના સતત વિકાસ લક્ષ્યો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરે છે. આમનો એજન્ડા અમારી અમેરિકા ફર્સ્ટની વિદેશનીતિથી વિપરીત છે. 



એક વકતવ્યમાં યુનેસ્કો દ્વારા પેલેસ્ટાઇનને એક સદસ્ય દેશ તરીકે સ્વીકારવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યો હતો. અમેરિકાની નીતિથી વિપરિત આ સંગઠન ઇઝરાયેલ વિરોધી બયાનબાજીને મહત્વ આપે છે. જો કે અમેરિકાની યુનેસ્કોમાંથી નિકળી જવાની ટાઇમલાઇન ૩૧ ડિસેમ્બર ૨૦૨૬ છે જેને દોઢ વર્ષ જેટલો સમય છે. યુનેસ્કોના વિશ્વના વિરાસત પ્રોજેકટમાં અમેરિકાની આર્થિક મદદ મળતી રહી છે તે ધીમે ધીમે ઓછી થતી જશે.

Reporter: admin

Related Post