સંસ્કારી ગણાતી વડોદરા નગરીમાં હાલ શાળાઓમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે.ત્યારે બાળકો હાલ મેદાની રમતો મુકીને ઘરમાં મોબાઇલ કે વિડીયો ગેમ રમવામાં સમય વ્યતીત કરતા હોય છે.

ત્યારે સતત બેઠાળુ જીવન અને મોબાઈલ ટીવીની આદતથી સ્થૂળકાય બની જવાની સમસ્યાઓ વધી રહી છે.ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મેદસ્વીતા મુક્તિ અભિયાન દેશભરમાં ચલાવાઈ રહ્યું છે.જે અંતર્ગત અક્ષર ગ્રીન સનફાર્મા રોડ પર ડૉ.મિનાક્ષીબેન ના નેજા હેઠળ સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાંમુખ્ય સંચાલક તરીકે ડૉ પૂર્વી મોદી, ભવિષાબેન પટેલ, મનીષાબેન પટેલ તેમજ વોર્ડ નંબર 10ના ટ્રેનર્સ દ્વારા બાળકોને યોગ, પ્રાણાયામ અને કસરતથી જીવનમાં નિયમિતતા, શિસ્ત, શારીરિક તંદુરસ્તી અને એકાગ્રતા કઈ રીતે કેળવી શકાય તેનું માર્ગદર્શન આપવામાં આવશે.
ઉપરાંત ટ્રેનર્સ દ્વારા બાળકોને પૌષ્ટિક આહાર આરોગવાથી શરીર અને મનને થતાં ફાયદાઓ અંગેની વિસ્તૃત માહિતી પણ આપવામાં આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેમ્પ તા.16/5/25 થી 30/5/2025 સવાર 7 થી 9 સુધી ચાલશે જેમાં બાળકો ના સર્વાગી વિકાસ પર ધ્યાન આપવામાં આવશે તેમજ અંત માં રાજ્ય સરકાર નુ સર્ટિફિકેટ આપવામાં આવશે
Reporter: admin







