વડોદરા : જિલ્લા પંચાયતના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ધ્વારા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિ જનક ટિપ્પણી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.

જે સંદર્ભે પાદરા પોલીસે ઘનશ્યામ પટેલની ધરપકડ કરી હતી જે સામે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ આ પોસ્ટને અશોભનીય ગણાવી કોંગ્રેસની પાકિસ્તાન પ્રેમની માનસિકતા છતી થઈ હોવાનું જણાવ્યું હતું.દેશમાં કેટલાક દિવસથી ચાલી રહેલ સંવેદન સ્થિતિમાં પણ નેતાઓ રાજકારણ કરવાનું છોડતા નથી ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ નેતા ઘનશ્યામ પટેલે સોશ્યલ મીડિયા માં વિવાદીત પોસ્ટ કરી હતી
પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલે ભારત દેશ ના પ્રધાનમંત્રી પર વિવાદિત પોસ્ટ શેર કરતા પાદરા પોલીસે તેઓની સામે કાર્યવાહી કરી ને કાયૅવાહી કરતા ઘનશ્યામ પટેલ જે મૂળ પાદરા તાલુકા ના સાધી ગામ છે તેઓ ની પાદરા પોલીસે ધરપકડ કરી હતી.આ અંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા એ સમગ્ર મામલે ઘટના અંગે નિવેદન આપ્યું હતું મુકેલ પોસ્ટ અશોભનીય ગણાવી કોંગ્રેસના પાકિસ્તાન પ્રેમની માનસિકતા છતી થઈ હોવાનું જણાવ્યું હતું.
Reporter: