વડોદરા : શહેરમાં ચારે બાજુએ પાલિકા તંત્ર દ્વારા શરૂ થયેલી દબાણ હટાવો ઝુંબેશમાં દબાણ શાખાની ટીમે આજે વોર્ડ નં.6અને 7માં દબાણ હટાવવાની કામગીરી કરી હતી.
સંવેદનશીલ ફતેપુરા વિસ્તારના મંગલેશ્વર ઝાંપા વિસ્તારના કાચા પાકા દબાણો સહિત હાથી ખાનાથી ફતેપુરા વિસ્તારના આસપાસના દબાણોથી ભૂતડી ઝાપાથી શ્રીનાથ પેટ્રોલ પંપ સુધી અને ગબ્બર એપાર્ટમેન્ટથી કારેલીબાગની વાયરો હોસ્પિટલ સુધીના કાચા પાકા દબાણો સહિત શેરડીના કોલા, કેરી રસના તંબુ, તરબૂચવાળાના અનેક શેડ સહિત ખેર ઠેરથી અનેક લારી-ગલ્લા-પથારાના અને ગેરકાયદે ગેરેજ રીપેરીંગના ગલ્લા હટાવતા વિસ્તારમાં અનેક જગ્યાએ તું તું મેં મેં થવા સહિત ઉમટેલા લોક ટોળાને પોલીસ કાફલાએ ધીરજ અને સંયમપૂર્વક કુનેહ દાખવી હટાવી દીધા હતા. જોકે દબાણ શાખાની ટીમે કેટલીક લારીઓ સહિત અન્ય માલ સામાન મળીને ચાર ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો.
Reporter: admin







