સાવલીમાં 30 3-2024 ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં એક નવજાત બાળક હોસ્પિટલના છાપરા ઉપર બિનવારસી હાલતમાં મળી આવેલનો બનાવ જાહેર થતા સાવલી પોલીસે તે હદયદ્રાવક ઘટનાની તપાસ કરતા જાણવા મળેલ કે 15 વર્ષીય સગીરા સાથે ભવાનીપુરા ગામના જયેશ વજેસિંહ રાઠોડ નામના એ સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ કરી સગીરા ને ગર્ભવતી બનાવેલ જે શમૅનાક ઘટના અને બદનામીના ડરથી ભોગ બનનાર સગીરા એ છુપાવેલ અને ડોક્ટર અજીત સોનીના દવાખાને બાળકને જન્મ આપી છાપરા ઉપર ત્યજી દીધેલ

જે બનાવ અંગે સાવલી પોલીસ દ્વારા ફરિયાદ લઇ ભોગ બનનારના નિવેદન અને મેડિકલ ચકાસણી તેમજ નવજાત બાળકના મેડિકલ નમૂના અને ડીએનએ પરીક્ષણ અને આરોપીના મેડિકલ અને નમુના અને ડીએનએ પરીક્ષણના સજ્જડ પુરાવાના આધારે સાવલીની પોકસો કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ કરાતા તે અંગેનો કેસ પોક્સો કોટૅ સાવલીમાં ચાલી જતા નામદાર પોકસો કોર્ટના જજ સાહેબ જે.એ. ઠક્કર સાહેબ એ આરોપી જયેશ વજેસિંહ રાઠોડ ને દુષ્કર્મ તથા પોક્સો એક્ટ મુજબના ગુનાઓમાં કસૂરવાર ઠેરવી આરોપી જયેશકુમાર રાઠોડ ને 20 વર્ષ ની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ કરેલ છે.
વધુમાં આરોપી જે દંડની રકમ ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવામાં હુકમ કરેલ છે. તેમજ ભોગ બનનાર ને ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વિકટીમ કમ્પોઝિશન ચૂકવવા ભલામણ કરેલ છે. વધુમાં આ કામે ભોગ બનનાર જે દવાખાનાના છાપરા ઉપર ત્યજી દીધેલ ને સહજાનંદ ક્લિનિકના ડોક્ટર અજીત સોની વિરુદ્ધ પૂરતી તપાસ કરી.જરૂરી કાનૂની કાર્યવાહી કરવા આદેશ આપેલ છે.
Reporter: admin







