સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે હાલમાં ચાલી રહેલા ચૈત્રી નવરાત્રીના પાવન પર્વને અનુલક્ષીને રોજે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ માઇ ભક્તો માતાજીના દર્શન માટે પધારે છે અને માતાજીની દર્શન કરી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે જેમાં આજે ચૈત્રી નવરાત્રિના સાતમા નોરતે પણ હજારોની સંખ્યામાં માઇ ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવા પધાર્યા હતા જેમાં કેટલાક અનેક કિલોમીટર દૂરથી પધારેલા માઇ ભક્તો પૈકીના અનેક લોકો એવા પણ હતા કે જેઓ આજે સોમવારે પોતાનો જન્મદિવસ કે પોતાની લગ્નની વર્ષગાંઠ મહાકાળી માતાજીના સાનિધ્યમાં ખુશીઓ મનાવી માતાજીના આર્શીવાદ મેળવવા માટે પાવાગઢ ખાતે આવ્યા હતા જેમાં પોતાનો જન્મદિન નિમિત્તે પાવાગઢ ખાતે પધારેલા આ તમામ અને અન્ય હજારો શ્રદ્ધાળુ પૈકીના ચારથી પાંચ જેટલા માઇ ભક્તોનું ભાગ્ય આજે મહાકાળી માતાજીના આશીર્વાદથી ખુલી ગયું હતું. જેમાં રોજે રોજ માઇ ભક્તો દ્વારા મહાકાળી માતાજીના મંદિરના શિખર પર અલગ અલગ ગજની નિયત કરેલી રકમ પ્રમાણેની ધ્વજાઓ ચઢાવી ધ્વજારોહણ કરી ધન્યતા મહેસુસ કરાય છે પરંતુ આજે સોમવારે સાતમા નોરતે સવારે સાત વાગ્યાના સુમારે જે પહેલી ધજા ચઢાવવાનો સમયગાળો હોય છે
તે સમયે માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટીઓ દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે આજે મંદિર ખાતે દર્શન કરવા આવનારા હજારો ભક્તો પૈકીમાંથી જે કોઈ માઇ ભક્તનો જન્મદિવસ છે તે આગળ આવી પોતાના હસ્તે માતાજીના મંદિરના શિખર પર 51 ફૂટની ધજા ચઢાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે જેમાં 11 હજાર રૂપિયાની નિયત કરેલી રકમની ધજા જે માતાજીના શિખર પર ચઢાવવાનો લાભ આજે ચારથી પાંચ જેટલા અને પોતાનો જન્મદિવસ મનાવવા આવેલા ભક્તોને પ્રાપ્ત થયો હતો જેમાં આજે સોમવારે જેનો જન્મદિવસ હતો તેવા દૂર દૂરથી પાવાગઢ ખાતે પધારેલા અનેક ભક્તો પૈકીના ચારથી પાંચ જેટલા ભક્તોએ મહાકાળી માતાજીના મંદિરના શિખર પર ભારે ધાર્મિક વાતાવરણમાં પુજારી દ્વારા ધજાજીની પૂજા અર્ચન અર્ચના કર્યા બાદ વાજતે ગાજતે ભારે શ્રદ્ધા અને આસ્થાપૂર્વક ધજા ચઢાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું અને જે બાદ આ તમામ ભક્તો સહિત તેઓના પરિવારજનોએ ભારે ખુશી અને હર્ષોલ્લાસ સાથે માતાજીના ગરબાની રમઝટ બોલાવી હતી જેમાં આજે આ ચારથી પાંચ જેટલા માઇ ભક્તો જે પોતાનો જન્મદિન મનાવવા પાવાગઢ ખાતે માતાજીના સાનિધ્યમાં આવ્યા હતા તે તમામ ચારથી પાંચ યાત્રિકોનો જન્મદિન સાર્થક થયો હોવાનું જોવા મળ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે પોતાનો જન્મદિન આજે માતાનીજીના સાનિધ્યમાં મનાવી માતાજીના આર્શીવાદ લેવા આવ્યા હતા અને ખરેખર સાચા દિલથી કરેલ પ્રાથના ફળી હતી અને ચમત્કાર થયો હતો અને તેઓની ઉપર માતાજીનો આર્શીવાદ થયો હતો અને પાવાગઢ આવ્યા પેહલા સ્વપ્નમાં પણ ન વિચાર્યું હતું તેવું કાર્ય કરવાનું સૌભાગ્ય માતાજીના આર્શીવાદથી સિદ્ધ હતું અને માતાજીના મંદિરના શિખર પર 51 ફુટ જેટલી ધજા કોઈ પણ જાતની રકમ ચૂકવ્યા વિના ચઢાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતા તેઓ ધન્ય થઈ ભાવવિભોર થયા હતા. અને માતાજીના ચરણોમાં શીશ નામ આવી આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે તેઓને આ વિશેષ તક આપી આ પ્રસંગ તેઓને સોંપવા બદલ અને આ સૌભાગ્ય પ્રાપ્ત કરાવવા બદલ માં કાલિકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
.
Reporter: