News Portal...

Breaking News :

હાલોલ તાલુકા ક્ષત્રિય યુવા સંગઠન અને મહાકાલ સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર

2024-04-16 12:12:01
હાલોલ તાલુકા ક્ષત્રિય યુવા સંગઠન અને મહાકાલ સેના દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને આગામી દિવસોમાં યોજાનાર લોકસભા ચૂંટણીના રાજકોટના લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક જાહેર ભાષણ દરમ્યાન ક્ષત્રિય સમાજના રાજા મહારાજા અને બહેન બેટીઓ વિશે કરેલી તદ્દન અભદ્ર અને અયોગ્ય ટિપ્પણીના વિરોધમાં સમગ્ર ગુજરાતભરના ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે અને ઠેર ઠેર પુરૂષોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સમગ્ર ગુજરાતભરના તમામ ક્ષત્રિય સંગઠનો સહિતના તમામ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની રાજકોટ લોકસભા બેઠકની ઉમેદવારી રદ કરી તેઓની ટિકિટ રદ કરવા માટેની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે સોમવારે સવારે 11:00 કલાકના સુમારે હાલોલ શહેર અને તાલુકા ક્ષત્રિય યુવા સંગઠન અને મહાકાલ સેના દ્વારા હાલોલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી પુરૂષોત્તમ રૂપાલાએ કરેલ અભદ્ર ટિપ્પણીનો ભારે વિરોધ કરી અને તેઓની સામે સૂત્રોચ્ચાર કરી હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણીને આવેદનપત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાની અયોગ્ય વાણી વિલાસનો ભારે વિરોધ કરી પુરૂષોત્તમ રૂપાલાની  રાજકોટ લોકસભા બેઠકની ઉમેદવારી રદ્ કરવાની પ્રબળ માંગ કરવામાં આવી છે 

 ભારોભાર ગુસ્સા અને આક્રોશ સાથે પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને વખોડી કાઢી ટિપ્પણીનો વિરોધ કરી આવેદનપત્રમાં લોકસભાના ઉમેદવાર તરીકે પુરુષોત્તમ રૂપાલા ધારા ધોરણ મુજબ લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે લાયક ન હોઈ તેઓને ધારા ધોરણ મુજબ ગેરલાયક ઠેરવી ચૂંટણી પ્રક્રિયાથી દુર કરવાની માંગ કરી તેઓની રાજકોટ લોકસભા બેઠકની ઉમેદવારી તાત્કાલિક રદ્ કરવાની  સમગ્ર હાલોલ તાલુકા ક્ષત્રિય યુવા સંગઠન અને મહાકાલ સેનાના હોદ્દેદારો અને યુવાનો દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી છે.

Reporter:

Related Post