News Portal...

Breaking News :

ચાર મિનિટ પહેલા જ ટ્રમ્પના હુમલાખોર અંગે સિક્રેટ સર્વિસને જાણકારી અપાઈ હતી

2024-07-14 12:53:41
ચાર મિનિટ પહેલા જ ટ્રમ્પના હુમલાખોર અંગે સિક્રેટ સર્વિસને જાણકારી અપાઈ હતી


પેન્સિલવેનિયા: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ટ્રમ્પને એક હુમલાખોરે ગોળી મારી જેને સિક્રેટ સર્વિસ સ્નાઈપરે તાત્કાલિક ઠાર કરી દીધો હતો. પરંતુ હવે ટ્રમ્પની સુરક્ષાને લઈને સવાલો ઊઠ્યાં છે


ઘણા પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે તેઓએ ત્રણથી ચાર મિનિટ પહેલા જ ટ્રમ્પના હુમલાખોર અંગે સિક્રેટ સર્વિસને જાણકારી આપી દીધી હતી. એક પ્રત્યક્ષદર્શીએ આ મામલે જણાવ્યું કે તેણે હુમલાખોરને ઘટનાની બહાર એક ઈમારત પર ચઢતો જોયો હતો. ગ્રાઉન્ડ બહાર હાજર અન્ય એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે તેણે અને તેના મિત્રોએ પોલીસને બિલ્ડિંગ પર ક્રોલ કરીને ચઢનાર વ્યક્તિ વિશે જણાવ્યું હતું.તેમણે દાવો કર્યો કે, થોડીવાર બાદ બંદૂકધારી એવી સ્થિતિમાં હતો કે, તે પાંચ વખત ટ્રમ્પ પર ગોળી ચલાવી શક્યો. 


ત્યારબાદ સિક્રેટ સર્વિસે હુમલાખોરને માથામાં ગોળી મારી દીધી હતી. હવે સિક્રેટ સર્વિસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. પૂછવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પની રેલીમાં સુરક્ષામાં આટલી મોટી ચૂક કેવી રીતે થઈ? આ ઘટનામાં એક દર્શકનું મોત થઈ ગયુ છે. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, મેં પોલીસને હુમલાખોર વિશે જણાવ્યું હતું. હું આશ્ચર્ય પામી રહ્યો હતો કે ટ્રમ્પ હજુ પણ કેમ ભાષણ આપી રહ્યા છે. સિક્રેટ સર્વિસે તેમને સ્ટેજ પરથી કેમ ન ઉતાર્યા? ત્યારબાદ તો પાંચ ગોળી ચલાવવામાં આવી.

Reporter: admin

Related Post