નવી દિલ્હીઃ દક્ષિણ ત્રિપુરાના રાજનગર વિસ્તારમાં સીપીઆઈ નેતા બાદલ શિલ પર અમુક લોકોએ હુમલો કર્યો હતો. જેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ મામલે ત્રિપુરામાં વિપક્ષ સીપીઆઈ (એમ)એ ભાજપ સમર્થિત ગુંડાઓ પર હત્યાનો આરોપ મૂક્યો છે. જેના વિરોધમાં રવિવારે 12 કલાક રાજ્યવ્યાપી બંધ પાળવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપે કહ્યું હતું કે, પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આવશ્યક કાર્યવાહી કરશે. દક્ષિણ ત્રિપુરના એસપી અશોક કુમાર સિંહાએ જણાવ્યું હતું કે, શિલ પર શુક્રવાર સાંજે ગુંડાઓએ હુમલો કર્યો હતો. જેની હાલ ઓળખ થઈ નથી.પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લઈ પૂછપરછ કરી રહી છે.
શિલના પરિવારે આરોપ મૂક્યો હતો કે, શિલ પર રાજનગર બજારમાં ચપ્પા, લાઠીઓ અને અન્ય હથિયારોથી હુમલો કર્યો હતો. એઆઈજી અનંત દાસે જણાવ્યું હતું કે, અગરતલાના સરકારી જીબી પંત હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ શબ પરિવારને સોંપવામાં આવશે.શિલએ 11 જુલાઈ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. હુમલામાં શિલના માથા પર ગંભીર ઈજાઓ થઈ હતી. સીપીઆઈ (એમ) ના રાજ્ય સચિવ જિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ બાદલ શીલની હત્યા નહીં, પરંતુ ભાજપ દ્વારા લોકતંત્રની હત્યા છે. હું આ ક્રૂર હત્યાનો વિરોધ કરવા અને લોકતંત્રને બચાવવાની અપીલ કરૂ છું.
Reporter: admin