વડોદરા : છોટાઉદેપુરમાં એક જ પરિવારના ચાર સભ્યો નગરપાલિકાની ચૂંટણીમાં ઉતર્યા છે.અલગ-અલગ પક્ષમાંથી એકબીજા સામે ચૂંટણી જંગ લડી રહ્યા છે.
આ બધામાં નવાઇ ઉપજાવે તેવી બાબત એ છે કે પતિ અને પત્ની અને ભાઈ-ભાઈ જ એકબીજા સામે ચૂંટણી મેદાને પડ્યા છે.છોટાઉદેપુર નગર પાલિકાના મતદાનની શરૂઆત થઇ છે. જેમાં નગર પાલિકાના 7 બુથની 28 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ચૂંટણી જંગની વિગતે વાત કરીએ તો ફારુક ફોદા જે ભારત નિર્માણ મંચમાંથી ચૂંટણી લડે છે ત્યારે તેમના પત્ની અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.
જ્યારે તેમનો એક પુત્ર આરીફ ફોદા ભાજપમાંથી વોર્ડ નબર ત્રણમાંથી લડી રહ્યો છે જ્યારે તેમનો બીજો પુત્ર કોંગ્રેસેમાંથી ચૂંટણી લડી રહ્યો છે. વોર્ડ નંબર 6માં ચૂંટણી લડતા ફારૂક ભાઈ ફોદાનું કહેવું છે કે અમે બંને પતિ પત્નીએ ચૂંટણી લડવા માટે ફોર્મ ભર્યા હતા. જોકે, ફોર્મ પરત ખેંચવાનું રહી ગયું હતું. તેથી હવે અમે બંને ચૂંટણી લડી રહ્યા છીએ.છોટાઉદેપુર નગર પાલિકા કુલ સાત વોર્ડમાં સને 2011ની વસ્તી ગણતરી મુજબ અંદાજે 25787 કુલ વસ્તી, જ્યારે વોર્ડ દીઠ સરેરાશ વસ્તી 3684 ધરાવે છે. જેમાં 28 બેઠકોમાં સ્ત્રી બેઠકો 14, અનુસૂચિત જાતિ, અનુ. આદિજાતિ તથા પછાત વર્ગની સ્ત્રી બેઠકો 14 બેઠકો સામાન્ય માટે જાહેર કરાઇ છે.
Reporter: admin







