વડોદરા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવ્યું હતું.

આજે 16 ફેબ્રુઆરીને રવિવારે કરજણ નગરપાલિકાનું મતદાન શરૂ થઈ ગયું છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાઈ રહી છે. જેમાં સાવલી, પાદરા, વડોદરા તાલુકાની ત્રણ કોયલી, દશરથ, નંદેસરી સહિત પાદરાની વડુ અને સાધલી વિવિધ બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે.

9 વાગ્યા સુધીમાં 9.56 ટકા મતદાન થયું છે.કરજણ નગરપાલિકામાં 7 વોર્ડમાં કુલ 28 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં ભાજપે 28, કોંગ્રેસે 17, આમ આદમી પાર્ટીએ 24 અને અન્ય 16 મળી કુલ 85 ઉમેદવારો મેદાનમાં છે. મતદારોની નોકરી-ધંધા પર જતાં પહેલાં મતાધિકારના ઉપયોગ માટે લાઈનો લાગી છે.





Reporter: admin