વડોદરા : હાલમાં ભારતની સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સંસદમાં અત્યારે સંવિધાનનો ૧૦૯મો સુધારો કરવા અંગેનો ખરડો લોકસભામાં રજુ કરવામાં આવ્યો હતો.

જેમાં સંવિધાન સંશોધનનાં ખરડા ઉપર સંસદમાં ચર્ચા ચાલી રહેલ આ ચર્ચા દરમ્યાન ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકર અંગે અશોભનીય અને બેહૂદી ટીપ્પણી કરીને બાબાસાહેબનું અપમાન કરવામાં આવ્યું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર ભારતની તમામ જાતિ-ધર્મની જનતાનાં મનમાં સમ્માનપૂર્ણ સ્થાન ધરાવતા રાષ્ટ્રીય આદર્શ છે. વધુમાં, બાબાસાહેબ આંબેડકરની અસ્પૃશ્યતા વિરોધી ચળવળનાં કારણે કરોડો દલિતો-વંચિતોને આભડછેટનાં સદીઓથી જુના અભિશાપથી મુક્તિ મળી હોવાના કારણે ડૉ. આંબેડકરને દેશનો દલિત સમાજ ભગવાન જ માને છે. ગૃહમંત્રી અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે કરેલા અશોભનીય, નિંદનીય, નિમ્ન અને બેહૂદા નિવેદનના કારણે તમામ જનતામાં રોષ ફેલાયેલ છે

તેમજ બાબાસાહેબને ભગવાન માનનાર દલિત સમાજની લાગણી દુભાયેલ છે. એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે દલિત સમાજમાં ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા વ્યક્તિ વિશે ખરાબ ટિપ્પણી કરવી તે ગનો બને છે. આથી ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે બેહૂદી ટિપ્પણી કરીને, બાબાસાહેબ વિશે અપમાનજનક ભાષણ કરવા બદલ અમિત શાહ વિરૂદ્ધમાં એટ્રોસિટી એક્ટ કલમ-3(1)(ટી) મુજબ ગુનો નોંધવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનર ને રજૂઆત કરવામાં પહોંચ્યા અને અમિત શાહ વિરુદ્ધ ગુનો નોંધાવા રજૂઆત કરી હતી.

Reporter:







