વડોદરા : 68 મી નેશનલ સ્કૂલ ગેમનો ત્યાંગરાજ સ્ટેડિયમ તેમજ 3 કિયો ઓલ ઇન્ડિયા ઇન્ટરઝોન કરાટે ચેમ્પિયનશિપ 2024 નું દિલ્હી ખાતે આવેલ તાલકટોરા સ્ટેડિયમ માં આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ગુજરાત ના વિવિધ શહેરોમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ ફેઝ સ્કૂલ માં અભ્યાસ કરતો ધોરણ 10 નો વિદ્યાર્થી ઉવેઝ સૈયદે સારુ પરફોર્મન્સ કરી 3' ઇન્ટરઝોન કરાટે ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી વડોદરા સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું હતું, તેમજ સ્કૂલ ગેમ ઓફ ઇન્ડિયામાં શહેરના ગોરવા વિસ્તારમાં રહેતો ફેજલ પઠાને બ્રોન્સ મેડલ હાસિલ કર્યું હતું.
આ બંનેઓ ખેલાડીઓ અબ્બાસ સૈયદના નેતૃત્વમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે, સાથે દિલ્હી ખાતે યોજાયેલ ચેમ્પિયનશિપમાં કરાટે ડો ફેડરેશન ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટ કલ્પેશ મકવાણા તેમજ વડોદરા શહેરના વિકાસ સોઢી ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, સાથે રીન્કુ સોઢી,અલીફ પઠાન તેમજ આદિત્ય ભંડારની કોચિંગમાં આ મેડલ પ્રાપ્ત કરી વડોદરા શહેર સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.
Reporter: admin