News Portal...

Breaking News :

કાશીમાં વિદ્વાનોનો સંગમ: સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ભાષ્યકાર મહાચાર્ય સ્વામી ભદ્ર

2025-02-05 10:01:03
કાશીમાં વિદ્વાનોનો સંગમ: સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં ભાષ્યકાર મહાચાર્ય સ્વામી ભદ્ર


વારાણસી, જે ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોની આધ્યાત્મિક અને વિદ્યા પરંપરાનું કેન્દ્ર રહી છે, ફરી એક વખત એક ગૌરવમય કાર્યક્રમનું સાક્ષી બની. 


સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં વેદાંત, દર્શન અને શાસ્ત્રોના પ્રખ્યાત વિદ્વાન મહાચાર્ય સ્વામી ભદ્રેશદાસજીનો ભવ્ય સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. અક્ષરધામના સર્જક પરમ શ્રદ્ધેય પ્રમુખ સ્વામીજી મહારાજના આદેશથી પૂજ્ય ભદ્રેશ સ્વામીજીએ સ્વામીનારાયણ ભાષ્ય' દ્વારા અક્ષર પુરુષોત્તમ દર્શનને પ્રતિપાદિત કર્યું છે. આ અવસરે વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રો. બિહારિલાલ શર્માજીએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું. સમારોહમાં વિશ્વવિદ્યાલયના અનેક સન્માનિત આચાર્યગણ ઉપસ્થિત રહ્યા, જેમાં વેદાંત વિભાગના અધ્યક્ષ પ્રો. રામકિશોર ત્રિપાઠી, પાલિ સંકાયાધ્યક્ષ પ્રો. રમેશ પ્રસાદ, સાહિત્ય અને સંસ્કૃતિ સંકાયાધ્યક્ષ પ્રો. દિનેશ કુમાર ગર્ગ, પ્રો. હરિપ્રસાદ અધિકારી, દર્શન સંકાયાધ્યક્ષ પ્રો. શંભૂ શુક્લાજી, પ્રો. વિજય પાંડે, પ્રો. શૈલેષ કુમાર મિશ્રા, નિતિન કુમાર આર્ય અને જ્ઞાનેન્દ્રજી મુખ્ય રૂપે સામેલ હતા. 


તમામ વિદ્વાનોએ મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીના શાસ્ત્રીય યોગદાનને બિરદાવ્યું હતું અને અક્ષરપુરુષોત્તમ દર્શન દ્વારા ભાષ્ય રચના પરંપરાનું સંવહન કરી વૈદિક પરંપરાની સેવા કરી તેમનાં ઊંડા અભ્યાસ અને વિશદ પ્રસ્થાનત્રયી ભાષ્ય-લેખનનો પ્રશંસાસ્પદ ઉલ્લેખ કર્યો. કુલપતિ પ્રો. બિહારિલાલ શર્માજીએ પોતાના ઉદ્દબોધનમાં કહ્યું કે "ભાષ્યકાર મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી સંસ્કૃત વિદ્યા ના એક વિલક્ષણ આચાર્ય છે, જેમનું યોગદાન 'શ્રીમદ્ ભગવદ્ ગીતા', 'ઉપનિષદ' અને ‘બ્રહ્મસૂત્ર’ ના ભાષ્ય-લેખન દ્વારા શાસ્ત્રીય પરંપરાને વધુ સમૃદ્ધ બનાવે છે. તેમનું સંશોધન ભારતીય દાર્શનિક દૃષ્ટિએ વૈશ્વિક પટલ પર પ્રસ્તુત કરવાનું અત્યંત મહત્વપૂર્ણ છે. સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય અક્ષર પુરુષોત્તમ દર્શન' ને પોતાના અભ્યાસક્રમમાં પણ સમાવેશ કરીને લાભાન્વિત થશે."આ સન્માન સમારોહમાં ઉપસ્થિત તમામ વિદ્વાનો અને સંશોધકોએ પૂજ્ય ભદ્રેશ સ્વામીજી પાસેથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું અને તેમના વિદ્વત્તાપૂર્ણ વિચારોને આત્મસાત કર્યો. વાતાવરણ વેદ-મંત્રો અને શાસ્ત્રીય સંવાદોથી ગૂંજાઈ ઉઠ્યું, જેના કારણે આ આયોજન કાશીની વિદ્યા પરંપરાની ગૌરવવર્ધક ઉજવણી બની.

Reporter: admin

Related Post