મેરેથોન તાયફો વડોદરા શહેરમાં થયો ત્યારે મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવવા માટે આવવાના હોવાથી ભાજપના તમામ મોટા નેતાઓ અને હોદ્દેદારો તથા કોર્પોરેટરો અને કાર્યકરો ઉત્સાહ દાખવીને વહેલી સવારે ઉઠીને બ્રહ્મમુહુરતમાં નવલખી મેદાનમાં આવી ગયા હતા...

વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ વડોદરાવાસીઓ પર કુંભમેળાની બસ સેવા શરુ કરાવીને ઉપકાર તો કરી લીધો પણ મંગળવારે સવારે 6 વાગે જ્યારે વડોદરાથી પ્રયાગરાજની પહેલી બસનું પ્રસ્થાન કરાયું ત્યારે વડોદરાના સાંસદ કે તેમનાં પ્રતિનિધી તો ઠીક પણ એક પણ ધારાસભ્ય, કોર્પોરેટરો, ભાજપના હોદ્દેદારો પ્રસ્થાન સમયે ડોકાયા ન હતા. કુંભમેળા માટે જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તથા ઉત્તર પ્રદેશની ભાજપની યોગી સરકાર છેલ્લા ઘણા મહિનાઓથી રાત દિવસ એક કરીને પ્રયાસો કરી રહી છે ત્યારે વડોદરાના ભાજપના આ નેતાઓ અને હોદ્દાદારો વડોદરાવાસીઓની કુંભમેળા માટેની પહેલી બસને પ્રસ્થાન કરાવામાંથી પણ ચૂક્યા હતા. માત્ર ભાજપ શહેર પ્રમુખ ડો. વિજય શાહ તેમની ટિમ સાથે પૂજરીની વ્યવસ્થા કરીને પ્રસ્થાન સમયે આવ્યા હતા પણ એ સિવાય એકે નેતા ડોકાયો સુદ્ધા ન હતો. કદાચ આ નેતાઓ વડોદરાની ચિંતા કરી કરીને મોડી રાતે સુઇ જતા હોય અને તેથી વહેલી સવારે ઉંઘમાંથી ઉઠી ના શક્યા હોય તેવું બની શકે,હજું 2 દિવસ પહેલા જ ખાનગી કંપનીનો મેરેથોન તાયફો વડોદરા શહેરમાં થયો અને ત્યારે મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવવા માટે આવવાના હોવાથી ભાજપના તમામ મોટા નેતાઓ અને હોદ્દેદારો તથા કોર્પોરેટરો અને કાર્યકરો ઉત્સાહ દાખવીને વહેલી સવારે ઉઠીને બ્રહ્મમુહુરતમાં નવલખી મેદાનમાં આવી ગયા હતા. કુંભ મેળાની બસનું પ્રસ્થાન કરાવવામાં મુખ્યમંત્રી કે વાહન વ્યવહાર મંત્રી ના આવ્યા એટલે ભાજપના નેતાઓ અને હોદ્દેદારો તથા કાર્યકરો રજાઇ ઓઢીને ઉંઘી ગયા હતા.

જો મુખ્યમંત્રી આવ્યા હોત તો કદાચ આ નેતાઓ અને હોદ્દેદારોને કડકડતી ઠંડીમાં પણ આવવું પડ્યું હોત. કુંભમેળાની બસને પ્રસ્થાન કરાવવા માટે માત્રને માત્ર શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ પૂજારી ને લઇ આવી ગયા હતા પણ બીજો કોઇ નેતા કે ધારાસભ્ય ડોકાયા ન હતા કે કોર્પોરેટરો ને પણ કંઇ પડી ન હતી. માનનીય સાંસદ તો દિલ્હી ચૂંટણીમાં પક્ષપલટુને જીતાડવામાં વ્યસ્ત છે તેથી આવી નહી શક્યા હોય તે સમજી શકાય તેમ છે પણ સ્થાનિક નેતાઓ તો કડકડતી ઠંડીમાં ઉંઘતા જ રહ્યા હતા. સરકારે બસ શરુ કરાવી દીધી એટલે વડોદરાની જનતા ખુશ બાકી તેમને બસનો શુભારંભ કરાવાની પડી ન હતી. વહેલી સવારે ઉઠવાનો કદાચ કંટાળો પણ આવ્યો હોય અથવા માની લઇએ કે વડોદરાના આ નેતાઓ અને હોદ્દેદારોને વડોદરા શહેરની એટલી બધી ચિંતા છે કે તે લોકોની ચિંતા કરવામાં એટલા બધા થાકી ગયા કે ઘસઘસાટ ઉંઘી ગયા અને બસને પ્રસ્થાન કરવા પણ ના આવ્યા. પણ વડોદરાની પ્રજા હવે બે મોંઢાની વાતો કરનારા આ નેતાઓને સમજી ગઇ છે. મુખ મે રામ બગલમે છૂરી જેવું કામ વડોદરા ભાજપના નેતાઓનું છે. સનાતન સંસ્કૃતિની જો વાતો કે ચર્ચા કરવાનું આવે તો આ નેતાઓ ક્યારેય પાછા ના પડે પણ જ્યારે સનાતન સંસ્કૃતિનો મહાકુંભ યોજાતો હોય અને સરકારે ખાસ બસની વ્યવસ્થા શ્રદ્ધાળુઓ માટે કરી હોય ત્યારે પણ આ નેતાઓ બસને પ્રસ્થાન કરાવવા ના આવે તે તેમની બે મોંઢાની વાતની પ્રકૃતિ છતી કરે છે. તમામ નેતાઓએ કુંભમાં સ્નાન કરીને પાપ ધોઇ આવવા જોઇએ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ કુંભમેળાની બસને પ્રસ્થાન કરાવવા સમયસર આવી ગયા હતા અને શ્રીફળ વધેરીને બસને પ્રસ્થાન કરાવી હતી. આ સમયે મીડિયા સાથે વાત કરતા તેમણે માર્મિક રીતે કહ્યું કે આવનારા સમયમાં આપણે ખોટા કામોથી બચીએ, ભૂતકાળમાં કરેલા ખોટા કામો થી થતાં પાપો નું પ્રાયશ્ચિત સંગમ ઉપર જઈને કરી શકીએ છે. ડો. વિજય શાહની વાતને માનીને શહેરના સાંસદ, તમામ ધારાસભ્યો અને તમામ કોર્પોરેટરો તથા ભાજપના હોદ્દેદારોએ પણ પોતાના ભુતકાળના પાપોને ધોવા માટે એક વાર તો મહાકુંભમાં જઇને ડૂબકી લગાવવી જોઇએ. પોતાના પાપોને ધોવા માટે આ નેતાઓ માટે સુવર્ણ અવસર આવ્યો છે. અને તેનો લ્હાવો તેમણે લઇ લેવો જોઇએ કારણ કે વડોદરાવાસીઓ આ નેતાઓનો ભુતકાળ જાણે જ છે. તમામે આ બસ દ્વારા જ કુંભમાં જવું જોઇએ અને પોતાના ભૂતકાળનાં કર્મોને યાદ કરીને તેનું પ્રાયશ્ચીત કરીને ગંગામાં ડૂબકી લગાવવી જોઇએ જેથી તેમના પાપ કર્મો નાશ થશે અને તેમને વ્યક્તિગત રીતે ફાયદો થશે તથા સૌથી વધુ લાભ વડોદરાવાસીઓને થશે. આ નેતાઓને જણાવાનું કે 26 ફેબ્રુઆરી સુધી બસ રોજ કુંભમેળામાં જવાની છે. તેમાં એક દિવસ વડોદરાની જનતા નહી જાય પણ આ એક દિવસ સત્તા પક્ષ ના નેતાઓ, હોદેદારો, કૌભાંડીઓ, ખોટા કામમાં સાથ આપનાર વિપક્ષ નેતાઓ-હોદેદારો, ખોટા કામમાં જે રીતે સમજોતા એક્સપ્રેસ ચાલે છે. તે તમામ લોકો એક સાથે ડૂબકી લગાવીને આવે, જેથી અત્યાર સુઘી કરેલા,પાપો ધોવાઈ જાય તથા અગાઉ કરેલા ખોટા કામમાં પ્રજા તમને માફ પણ કરે. સિનિયર નેતાઓ તો અચૂક જાય. ભૂતકાળમાં કરેલા ખોટા કામો થી થતા પાપોનું પ્રાયશ્ચિત બસને પ્રસ્થાન કરાવ્યા બાદ શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે મીડિયાને કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વડોદરાના પ્રભારી તથા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીની લાગણી હતી કે ગુજરાતના દરેક નાગરીકને કુંભનો લાભ મળે જેથી રાજ્ય સરકારે અમદાવાદથી 2 તથા સુરતથી 2 અને વડોદરા-રાજકોટથી 1બસ કુંભમેળા માટે શરુ કરી છે. આજે પહેલી વખત વડોદરાથી સવારે 6 વાગ્યાથી આ બસને પ્રસ્થાન કરવાનો લાભ મળ્યો. રોજ આ બસ ઉપડશે અને 4 દિવસનો પ્રવાસ કરશે. તમામ વ્યવસ્થા રાજય સરકારે કરેલી છે. કુંભ વિશેષ સ્નાન છે. જેથી દરેકે તેનો લાભ લેવો જોઇએ . આવનારા સમયમાં આપણે ખોટા કામો થી બચીએ, ભૂતકાળ માં કરેલા ખોટા કામો થી થતા પાપો નું પ્રાયશ્ચિત ત્યાં જઈ ને કરી શકીએ છે.સાંસદ હેમાંગ જોશી ખુલ્લા પડી ગયા .મંગળવારે સવારે બસને પ્રસ્થાન કરાવ્યા બાદ મીડિયા સાથે વાત કરતા શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે નિખાલસતાથી કબુલ્યુ કે આ બસની સેવા મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીના પ્રયાસોથી શરુ થઇ છે. તેમની આ વાતથી વડોદરાના સાંસદ હેમાંગ જોશી ખુલ્લા પડી ગયા છે. તેમણે એવી જાહેરાત કરી હતી કે આ બસ સેવા શરુ થાય તે માટે તેમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરી હતી અને સરકારે તેમની વાત માનીને કુંભ માટે ખાસ બસની વ્યવસ્થા શરુ કરી છે. જો કે વિજય શાહે સ્પષ્ટ કહ્યું કે મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીની લાગણી હતી કે ગુજરાતના દરેક નાગરીકને કુંભમેળાનો લાભ મળે તે માટે ચાર શહેરોમાંથી આ બસ સેવા શરુ કરાઇ છે. વિજય શાહે કરેલી આ વાતથી હેમાંગ જોશીનું જુઠ્ઠાણું પકડાઇ ગયું છે અને તે ઉઘાડા પડી ગયા છે . માનવ સર્જિત પૂર માટે જવાબદારોએ પણ પાપ ધોવા અચૂક જવું જોઇએ.3 વખત આવેલા પૂરમાં વડોદરાની જનતા એ ભોગવ્યું છે, વડોદરા જનતા માને છે કે પાલિકાના હોદેદારો તથા વહીવટી પાંખના અધિકારીઓના કારણે આ માનવ સર્જિત પૂર હતું જેથી હવે ભવિષ્યમાં આવી ભૂલ ના થાય તે માટે પ્રયાગરાજના સંગમ ઘાટ ઉપર જઈ ડૂબકી લગાવી આવે, જે નેતાઓ જઈ ને આવ્યા હોય તેમને ફરી જવાની જરુર નથી. પરંતુ ખોટા ધંધા જેમણે સાથે કર્યા છે અને કૌભાંડમાં સાથે છે તો ડૂબકીમાં પણ સાથે જ રહેવું જોઇએ.જેથી એક સાથે પાપ ધોવાઈ જાય. કુંભમેળાની બસને વડોદરાની પ્રજાનો મોળો પ્રતિસાદ વડોદરાના સાંસદ કહે છે કે તેમણે કુંભમેળા માટે વડોદરાથી બસ શરુ કરાવી પણ વડોદરાથી મંગળવારે ઉપડેલી બસમાં માત્ર 39 મુસાફરો યાત્રાળુઓ જ હતા. શહેરની 42 લાખની વસતીમાંથી માત્ર 39 શ્રદ્ધાળુઓએ રસ દાખવ્યો હતો અને 26 તારીખ સુધી બસ સેવા ચાલવાની છે જેથી રોજ સરેરાશ 50 શ્રદ્ધાળુઓ જ કુંભમેળામાં જશે. વડોદરાના સાંસદ, ધારાસભ્યો સહિતના નેતાઓની આ નિષ્ફળતા જ કહેવાય કારણ કે રાજ્ય સરકારે શુભ આશયથી બસ સેવા શરુ કરી છે તો તેમની જવાબદારી છે કે મહત્તમ લોકો તેનો લાભ લે. પ્રસ્થાન સમયે જ નેતાઓ ઉંઘી ગયા હતા.

Reporter: