વોશિંગન : ફક્ત 22 વર્ષના ભારતવંશી યુવાન ઈજનેર આકાશ બોબ્બાને એલન મસ્કે નવરચિત ડીપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફીશ્યન્સી (DOGE)માં તેમની સાથે લીધો છે.
મસ્કે કુલ છ ઈજનેરોને આ ડીપાર્ટમેન્ટમાં લીધા છે, તે છ એ છની વય 19 થી 24 વચ્ચે છે. તે સર્વેને સરકારના સંવેદનશીલ વિભાગોમાં પણ પહોંચી શકવાનાઅધિકારો આપવામાં આવ્યા છે. આ પગલું અસામાન્ય માનવામાં આવે છે. આથી થોડો વિવાદ થવાની તેમજ મુંઝવણ પણ સરકારી વિભાગોમાં ઊભી થવાની પૂરી સંભાવના છે.બોબ્બાને એક એક્ષપર્ટ તરીકે સરકારના આંતરીક રેકોર્ડઝ તપાસવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તેને ઓફિસ ઑફ ધી પર્સોનેલ મેનેજમેન્ટ (ઓ.પી.એમ.)નો હવાલો અપાયો છે. તેઓને તેમનો રીપોર્ટ ટ્રમ્પના ચીફ ઓફ સ્ટાફ આમન્ડા સ્કેલ્સને આપવાનો રહેશે.
બોબ્બાને મસ્કની આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની કંપનીમાં સ્ટાફની વરણી કરવાનો અનુભવ છે. તેમ છતાં એકાએક આ યુવાન ભારતવંશીયની ચઢતીએ ઘણાના ભવા ઊંચાં કર્યા છે.વિશ્વના સૌથી વધુ મોટા ધનિક ઈલોન મસ્ક વ્હાઈટ હાઉસમાં બેસી, તેના માણસો થકી અમેરિકન સરકારની કામગીરીમાં પોતાના હસ્તક્ષેપ વધારી રહ્યા છે. વિરોધી ડેમોક્રેટ મસ્કની કામગીરીથી ચિંતિત છે કારણ કે મસ્ક ચૂંટાયેલા પ્રતિનિધિ નથી, બીજું મસ્કની નિમણુકને કોઈ બહાલી મળી નથી. અમેરિકાના નાણા ખાતાની પેમેન્ટ સિસ્ટમ ઉપર હવે મસ્કનો અંકુશ છે અને તેનાથી સરકાર, શાસન અને વહીવટીતંત્ર ટ્રમ્પ ચલાવી રહ્યા છે કે બીજું કોઈ તેવો વિવાદ ઉભો થયો છે.
Reporter: admin







