વડોદરા મહાનગરપાલિકામાં આજે મળેલી રિવ્યુ મિટીંગમાં મ્યુનિસીપલ કમિશનર દિલીપ રાણાએ તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરીને વિકાસના તમામ કામોની માહિતી મેળવી હતી.
પાલિકામાં બજેટ રજૂ કરાયા બાદ મ્યુનિ. કમિશનર દિલીપ રાણાની અધ્યક્ષતામાં મંગળવારે રિવ્યુ બેઠક મળી હતી જેમાં તમામ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. કમિશનરે તમામ વિભાગોમાં ચાલી રહેલા કામો અંગે સમિક્ષા કરી હતી અને જરુરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખીને તમામ વરસાદી કાંસો અને તળાવની સફાઇ કરવા સૂચના આપી હતી જેથી ચોમાસામાં પાણી ભરાવા અને પૂરની સ્થિતીથી બચી શકાય.
આ ઉપરાંત શહેરમાં વિવિધ વિસ્તારોમાં ઉભા થઇ ગયેલા ગેરકાયદેસરના નડતરરુપ દબાણો તાત્કાલિક અસરથી હટાવવાની પણ સૂચના અપાઇ હતી, આ સાથે રિવ્યુ બેઠકમાં પાણી તથા ડ્રેનેજની કામગિરી તથા રસ્તાઓની કામગિરીની પણ સમિક્ષા કરાઇ હતી. કમિશનરે રિવ્યુ બેઠક મળી હતી. તેમાં તમામ વિભાગના અધિકારી કાંસો અને તળાવની સફાઇ કરવી તથા નડતર દબાણો દુર કરાઇ તથા પાણ ડ્રેનેજ અને રસ્તાઓની પણ ચર્ચા કરાઇ હતી.
Reporter: admin