નવા કમિશનર બાબુજી વિજિલન્સ તપાસનાં આદેશ કરે
કરાર આધારિત નિમણૂક પામેલ પૂર્વ ટી.ડી.ઓ દ્વારા એકને ગોળ બીજાને ખોળ
સરકારની પુર્વ મંજૂરી વગર ગેરકાયદેસર કરાર આધારિત નિમણૂક પામેલ પૂર્વ ટી.ડી.ઓ જીતેશભાઈ રમણલાલ ત્રિવેદી દ્વારા ભ્રષ્ટાચાર કરી મહાનગર પાલીકાની તીજોરીને કરોડોનુ નુકસાન...
ટી.પી.૮ ગોત્રી મા ફાયનલ પ્લોટ નં ૫૦/૧ ફાળવી ૪૦% કપાત કર્યા વગર વિકાસ પરવાનગી આપી ભ્રષ્ટાચાર...
શેરવૂડ વિલા નામની તથા હાઈરાઈઝડ બેલા વિસ્ટા નામની હાઈરાઈઝ બિલ્ડીંગની
રજાચિઠ્ઠી મંજૂર કરવામાં આવી...
મોજે ગોત્રી ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં ૮ માં અવેલા મોજે ગોત્રીના બ્લોક નંબર - ૨૧૮.૨૧૯-૨૩૦-૨૩૧-૨૩૨ તમામ બ્લોકને ભેગો કરીને ફાળવામાં આવેલો ફાયનલ પ્લોટ નંબર ૫૦/૧ કે જેનું કુલ ક્ષેત્રફળ ૩૦૮૫૭ ચો.મીટર છે. જેમાં શેરવૂડ વિલા નામની તથા હાઈરાઈઝડ બેલા વિસ્ટા નામની રહેણાંક સ્કીમ ૪૦ % કપાત કયૉ વગર બાંધકામ પરવાનગી શાખા દ્વારા ૨૦૨૨/૨૦૨૩ મા વિકાસ પરવાનગી આપી મોટો ભ્રષ્ટાચાર કરી હાઈરાઈઝ બિલ્ડીંગની રજાચિઠ્ઠી મંજૂર કરવામાં આવેલ છે.

મહાનગર પાલિકા વડોદરા ના ડે.મ્યુનિસિપલ કમિશનર (વ) ના પત્ર જાવક નં ૧૭૪૭/૫ / ૪-૧૨-૧૨ દ્વારા
(૧) ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (ટી.પી.)
(૨) ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (બી.પી)
( ૩) ડે.. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર (બી.પી.)
(૪) ડે. ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર(ટી.પી)
(૫) જુનિયર નગર નિયોજક,
ઉપરોક્ત તમામ અધિકારીઓ તરફ જરૂરી કાર્યવાહી સારૂ
ઉપરોક્ત જાવક નંબરથી પત્ર લખીને જણાવવામા આવેલ કે બાંધકામ વિકાસ પરવાનગી માટે અન્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ, ત્યાની મહાનગર સેવા સદન દ્વારા જે નીતિ અપનાવાઈ રહી છે. તેને વડોદરા મહાનગર સેવા વિસ્તારના નોન ટી.પી.અથવા સુચિત ટી.પી. વિસ્તારોમાં જાહેર જનતાની સુખાકારી માટે અમલમાં લાવવી અત્યંત જરૂરી છે. જેથી માન.મ્યુનિસિપલ કમિશનરશ્રીની તા ૨૯-૧૦-૧૨ અને તા.૨-૧૧-૧૨ની મંજુર નોંધ મુજબ મહાનગર પાલીકા વિસ્તારમાં મુસદારૂપ નગર રચના યોજના તૈયાર કરવા આવનાર છે. તેવા વિસ્તારમાં આવતી વિકાસ પરવાનગીઓ આપતી વખતે જ્યાં સુધી તે વિસ્તારીની સુચિત મુસદ્દારૂપ નગર રચના યોજના તૈયાર કરવા અધિનિયમની જોગવાઈ મુજબ વડોદરા મહાનગર સેવા સદન વિસ્તારમાં સુચિત મુસદ્દારૂપ નગર રચના યોજના તૈયાર કરવા અંગે સર્વેની પ્રાથમિક કામગીરી હાથ ધરાયેલ છે. જેથી તે અંગેની કામગીરી અર્થે મુસદાવય નગર રચના યોજનામા સમાવેશ જમીનોને યોજના વિસ્તાર વાઈઝ સુચિત ટી. પી. રોડનું આયોજન ટી.ડી.ઓ. (ટી.પી.) દ્વારા કરવાનું તેમજ મુસદારૂપ નગર રચના યોજનાના વિસ્તારમાં બાંધકામ વિકાસ પરવાનગીની ફાઈલોમા મુસદ્દારૂપ નગર રચના યોજનાના જરૂરી અનામત જમીનોના આયોજન માટે ૪૦% જેટલી ખુલ્લી જમીન રાખી બાકીની જમીનમાં આયોજનને ધ્યાને લઈ તેમજ GDCR તથા CGDCR જોગવાઈ મુજબ વિકાસ પરવાનગી ( રજાચિઠીઓ) આપવાની કાર્યવાહી કરવી,આયોજન મુજબનું સોગંદનામું રૂા.૧૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર એફિડેવિટ કરાવી, અરજદારે રજુ કરવાનું રહેશે. ઉપરોકત પરિપત્રનો અમલ તા. ૧-૧૨-૧૨થી કરવાનો રહેશે.

મહાનગર પાલિકા વડોદરાના સુઆયોજીત વિકાસ માટે ડે.મ્યુનિસિપલ કમિશનરએ લેખીતમા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર બાંધકામ પરવાનગી શાખાને જણાહાનગર પાલિકા વડોદરાના સુઆયોજીત વિકાસ માટે ડે.મ્યુનિસિપલ કમિશનરએ લેખીતમા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર બાંધકામ પરવાનગી શાખાને જણાવેલ તેમ છતા ટી.ડી.ઓ અને ડે.ટી.ડી.ઓ દ્વારા મોજે ગોત્રીના બ્લોક નંબર -૨૧૮.૨૧૯-૨૩૦-૨૩૧-૨૩૨ તમામ બ્લોકને ભેગો કરીને સદર બ્લોક ૪૦ % કપાત કર્યા વગર ટી.પી. સ્કીમ નંબર ૮ (ગોત્રી ) ફાયનલ પ્લોટ નં ૫૦/૧ ફાળવી અને પ્રથમ રજાચિઠી નં વો-૧૧/ એલ- ૧૬૬/૧૨-૧૩ તારીખ : ૨૨-૦૩-૧૩ થી તેમજ બીજી રજાચિઠી નં ૨૦૨૨-૨૦૨૩ મા vmc/૦૧/૦૧/૨૦૨૨/૨૨૦૧૩૩૭/૦૧/૦૫૮૬૩૨ થી આપવામાં આવેલી છે. જેમાં તગડી રકમનો ભ્રષ્ટાચાર આચરી ડે.મ્યુનિસિપલ કમિશનરના પરિપત્ર મુજબ ૪૦% કપાત ના કરીને ટી.પી.૮ ના ફાઈનલ પ્લોટ નં ૫૦/૧ વાળી જમીનમા મોટો ભ્રષ્ટાચાર કરી કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક પામેલ જીતેશભાઈ રમણલાલ ત્રિવેદી દ્વારા ૪૦% કપાત કર્યા વગર પરવાનગી આપવાથી કોર્પોરેશનને આશરે ૬૦ થી ૬૫ કરોડનું નુકશાન કરેલ છે.
૧-૧૨-૧૨ બાદ પરીપત્રનો અમલ કરીને વિકાસ પરવાનગીઓ આપતી વખતે ૪૦% જમીન કપાત કરીને રજાચિઠીઓ આપવી...
ટી.પી. સ્કીમ નંબર ૮ મોજે ગોત્રીના બ્લોક નંબર -૨૧૮.૨૧૯-૨૩૦-૨૩૧-૨૩૨ તમામ બ્લોક ને ભેગો કરીને અગાઉ રે.સ.નંબર મુજબ તા ૯-૭-૨૦૧૨ ના રોજ પરવાનગી આપેલ બાદમા માન. ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રી એ તા ૧-૧૨-૧૨ થી લેખીત મા પરિપત્ર કરીને ટી.ડી.ઓ બાંધકામ પરવાનગી શાખાને સ્પષ્ટ જણાવેલ કે ૧-૧૨-૧૨ બાદ પરવાનગીઓ આપતા સમયે પરીપત્રનો અમલ કરી ને વિકાસ પરવાનગીઓ આપતી વખતે ૪૦% જમીન કપાત કરીને રજાચિઠીઓ આપવી. પરંતુ મોજે ગોત્રીના બ્લોક નંબર ૨૧૮.૨૧૯-૨૩૦-૨૩૧-૨૩૨ તમામ બ્લોક ને ભેગો કરીને એમને ટી.પી.૮ ગોત્રી મા ફાયનલ પ્લોટ નં ૫૦/૧ ફાળવી ૪૦% કપાત કર્યા વગર પરવાનગી આપેલ હતી.
Reporter: admin







