પાલિકામાં ગીવ એન્ડ ટેકનાં સૂત્રથી ચાલતો વેપલો...
ટીપી ૮ ગોત્રી ફાયનલ પ્લોટ નં ૫૦/૧ ફાળવી 40 ટકા કપાત કર્યા વગર બિલ્ડરને ભ્રષ્ટાચાર કરીને રજાચિઠ્ઠી આપી...
શેરવુડ વીલા નામની તથા હાઈરાઈઝડ બેલા વિસ્ટા નામની સ્કીમો...
બિલ્ડર સચિન રવિન્દ્ર પટેલ, સચિન પટેલ & એસોસિએટ જે શહેરમાં શેરવૂડ ૯૬. શેરવૂડ બ્લીસ, શેરવૂડ વિલા, શેરવૂડ ૨૩ , શેરવુડ ઓપુલનટ, સિનેમોલ નામક મોલ, જેવી સ્કીમો ધરાવે છે.

સરકારની પુર્વ મંજૂરી વગર કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક પામેલ પૂર્વ
ટી.ડી.ઓ અને તેની નીચેના કર્મચારીઓ, ડે.ટી.ડી.ઓ બાંધકામ તપાસનીસ વિ. દ્વારા મોજે ગોત્રીના બ્લોક નંબર -૨૧૮.૨૧૯-૨૩૦-૨૩૧-૨૩૨ તમામ બ્લોક ને ભેગો કરીને તમને ૪૦ % કપાત કર્યા વગર ટી.પી. સ્કીમ નંબર ૮ (ગોત્રી ) ફાયનલ પ્લોટ નં ૫૦/૧ ફાળવી અને રજાચિઠી આપેલ છે.પરંતુ ટી.પી.સ્કીમ નંબર ૮ ગોત્રીમા બીજા રે.સ.નંબરમાં બિનખેતી કરેલ છે.અગાઉ રજાચિઠી મેળવેલ છે. પ્લીન્થ સર્ટીફીકેટ મેળવેલ છે. રીવાઇઝ બાંધકામ પરવાનગી મેળવવા ફાઈલ રજુ કરવામા આવેલ પરંતુ સદર રે.સ.નંબર મા નિયમ મુજબ ડે.મ્યુનિસિપલ કમિશનર શ્રીના તારીખ ૪-૧૨-૧૩ ના પરિપત્ર મુજબ ૪૦ % કપાત કરી ને વિકાસ પરવાનગી આપવામા આવેલ છે.કેમ કે એ વિકાસ પરવાનગી મુકનાર કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂંક પામેલ ટી.ડી.ઓ ના ચોક્કસ આર્કિટેક્ટ ન હતા. અને બીજી ટી.પી.સ્કીમોમા પણ આ રીતે મોટો ભ્રષ્ટાચાર કરવામા આવેલ છે.
ટી.ડી.ઓ અને ડે.ટી.ડી.ઓ દ્વારા મોજે ગોત્રીના બ્લોક નંબર -૨૧૮.૨૧૯-૨૩૦-૨૩૧-૨૩૨ તમામ બ્લોક ને ભેગો કરીને તમને ૪૦ % કપાત કયૉ વગર ટી.પી. સ્કીમ નંબર ૮ (ગોત્રી ) ફાયનલ પ્લોટ નં ૫૦/૧ ફાળવી અને કુબેર ભવન નગર આયોજન અધિકારી ની ઓફિસમાંથી જે ટી.પી.નો અભિપ્રાય આપેલ છે.તેમની પણ પુરી તપાસ કરવી જોઈએ. ટી.પી.મા ૪૦% કપાત વગર એસ.ટી.પી.દ્વારા ભ્રષ્ટાચાર કરી કેટલા અભિપ્રાય આપવામા આવેલ છે.

મોજે ગોત્રીના બ્લોક નંબર -૨૧૮.૨૧૯-૨૩૦-૨૩૧-૨૩૨ તમામ બ્લોક ને ભેગો કરીને તમને ૪૦ % કપાત કયૉ વગર ટી.પી. સ્કીમ નંબર ૮ (ગોત્રી ) ફાયનલ પ્લોટ નં ૫૦/૧ ફાળવી અને જે બિલ્ડર ને ભ્રષ્ટાચાર કરીને રજાચિઠ્ઠી આપેલ છે.એ બિલ્ડર સચિન રવિન્દ્ર પટેલ, સચિન પટેલ & એસોસિએટ ના માલિક કે જે વડોદરા શહેરમાં શેરવૂડ ૯૬. શેરવૂડ બ્લીસ, શેરવૂડ વિલા, શેરવૂડ ૨૩ , શેરવુડ ઓપુલનટ, સિનેમોલ નામક મોલ, જેવી સ્કીમો ધરાવે છે. એ તમામ વિકાસ પરવાનગીઓ આપેલ છે.તેમા પણ કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક પામેલ ટી.ડી.ઓ દ્વારા ભ્રષ્ટાચાર થયેલ છેકે કેમ તેની પુરી તપાસ થવી જોઈએ. નવા નિમણૂંક પામેલા મ્યુનિસિપલ કમિશનર ગોત્રી ટી.પી-૮ માં અવેલા ફાઈનલ પ્લોટ નંબર- ૫૦/૧ ની રજાચિઠ્ઠી રદ કરી અને નિયમોને નેવે મૂકીને ભ્રષ્ટાચાર આચરતા જે અધિકારીએ આ પરવાનગી આપેલ છે, તેની સામે તેમજ આ બિલ્ડરની તમામ સ્કીમ પાસ કરાવનાર આર્કિટેક્ટની સામે તપાસ થાય અને ફોજદારી ગુનો નોંધી તેની સામે કાયદાકીય શિક્ષાત્મક કાયદાનીરુએ કડકાઈ તાત્કાલિક અસરથી પગલા ભરી આર્કીટેક્ટનું લાઇસન્સ રદ કરી અને પ્રામાણીક બિલ્ડર અને પ્રામાણીક આર્કિટેક્ટને ન્યાય અપાવશે કે પછી રાણાજીના પગલે ચાલશે.
બિલ્ડરેં ટીપી સ્કીમોમાં ભ્રષ્ટાચાર કરી, પાલિકાની સરકારી તિજોરીને નુકશાન કરી, બાબુજી તપાસ કરાવશે?
બિલ્ડર સચિન રવિન્દ્ર પટેલની વડોદરામાં આવેલી તમામ સ્કીમમાં, મંજુર કરેલા નકશા તથા સ્થળ પર બનાવેલ બાંધકામની વિજિલન્સ દ્વારા તપાસ માટે એક રિટાયર્ડ ન્યાયાધિશ અથવા પ્રામાણીક IAS કક્ષાએ તપાસ અધિકારી નિમાય અને બીજી ટી.પી.સ્કીમોમા આ પ્રમાણેનો ભ્રષ્ટાચાર કરી મહાનગર પાલિકાની સરકારી તિજોરીને નુકશાન કરીને પરવાનગીઓ લીધેલી હોય. તેની પણ તપાસ નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર બાબુજી તપાસ કરાવશે. કે કેમ? અને નિયમોનુ પાલન કરતા બિલ્ડરો અને નિયમોનુ પાલન કરતા આર્કિટેક્ટ,તથા ભોગ બનેલા રહીશોને ન્યાય અપાવશે કે કેમ ?
Reporter: admin