આઈએમએ ભવન, સાલાટવાડા ખાતે ડૉ. મિતેશ શાહની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ, "પ્રયાસ - સક્ષમ" અભિયાન અંતર્ગત દત્તક લીધેલા તમામ દિવ્યાંગ બાળકોને વર્ષ 2024-25 માટેની બાકી રહેલી શાળાની ફી માટેના ચેક વિતરણ કરવામાં આવ્યા.

આ ઉપરાંત, ફિઝિયોથેરાપી, સ્પીચ થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, ફિઝીશિયન, પીડિયાટ્રિક અને ડેન્ટલ સેવાઓના લાભાર્થી બાળકો, તેમનાં વાલીઓ અને સેવા આપનારા ડોક્ટરો સાથે એક વર્ષના કાર્યનું મૂલ્યાંકન, સમીક્ષા અને સૂચનો અંગે ચર્ચા યોજાઈ.આઈએમએ અધ્યક્ષ ડૉ. મિતેશ શાહ અને સક્ષમના જિલ્લા અધ્યક્ષ વિનય જૈસવાલે તમામ ડોક્ટર ટીમ સાથે સંવાદ કરીને આ પહેલને આગામી સત્રમાં વધુ સુવિધાસભર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.




Reporter: admin