ગત બુધવારે શહેરમાં ખાબકેલા અનરાધાર વરસાદના પગલે જળબંબાકાની સ્થિતિ સર્જાઇ હતી. શહેરમાં તમામ વિસ્તારમાં પાણી ભરાતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું તેવા સમયે શહેરના રાજમાર્ગો ઉપર પણ પાણી ભરાતા અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
ખાસ કરીને પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન ખૂબ જ હાલાકી ભોગવતો સમાં વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ બંગલોઝ અને તેની આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાતા ત્યાં રહેતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે. દર વખતે જ્યારે સિદ્ધાર્થ બંગલોમાં પાણી ભરાય છે ત્યારે તેઓ ઊર્મિ બ્રિજ પર આવા અને જવાની જગ્યા પર સિંગલ રોમા ગાડી પાર્ક કરતા હોય છે જેથી વાહનચાલકોને પરેશાની ના થાય.પરંતુ આ વખતે વાહન ચાલકોને તેમના વાહન હટાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું ટ્રાફિક પોલીસના આદેશ બાદ સ્થાનિક લોકોએ નવનિયુક્ત સાંસદ ડો.હેમાંગ જોષીને ફોન કરીને પાર્કિંગ હટાવવા અંગેના ટ્રાફીક પોલીસના આદેશની જાણ કરી હતી.સ્થાનિક રહીશોની રજૂઆત સામે ક્યારેય કલ્પી ન શકેલો અનઅપેક્ષિત જવાબ સાંસદ દ્વારા આપવામાં આવતા સ્થાનિક રહીશો ભારે અચંબિત થયા હતા.સ્થાનિક રહીશોની વાહન હટાવવાની વાતને લઈને ડોક્ટર હેમાંગ જોશી એ જણાવ્યું હતું કે આ બાબતમાં હું કશું કરી શકું તેમ નથી.પોલીસ જે કામગીરી કરાવે છે તે કામગીરી વ્યવસ્થાના ભાગરૂપે છે જેથી આ બાબતે હું તેમને કશું કહી શકું તેમ નથી. સાંસદના આ પ્રકારના જવાબની અપેક્ષા સ્થાનિક રહીશોએ કરી ન હતી. રહીશો અલબત્ત વાહન ચાલકોને એમ હતું કે કદાચ સાંસદ આ બાબતે દરમિયાનગીરી કરશે અને ટ્રાફિક વિભાગના અધિકારીઓને વાહન હટાવવા અંગે જરૂરી સૂચન કરીને મદદરૂપ બનશે પરંતુ સાંસદે આવું ન કરતા વાહનચાલકો પણ ચિંતામાં મુકાયા હતા.
જો કે આ સમગ્ર ઘટના વચ્ચે આ વાહન ચાલકોને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ યાદ આવ્યા અને વાહન ચાલકોએ પોતાની સમસ્યા અંગે પૂર્વ સાંસદને રજૂઆત કરવાનું નક્કી કર્યું. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પૂર્વ સાંસદે આ સિદ્ધાર્થ બંગલોના રહીશોની રજૂઆત સાંભળી એટલું જ નહીં પણ રંજનબેન ભટ્ટ દ્વારા ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓને એવી રજૂઆત કરવામાં આવી કે પ્રતિવર્ષ પૂર આવે છે અથવા પાણી ભરાય છે તેવી પરિસ્થિતિમાં અહીંના રહીશો પોતાના વાહનો આ જ બ્રિજ ઉપર પાર્ક કરતા હોય છે ત્યારે આ વખતે પણ આ વાહન ચાલકો દ્વારા બ્રિજ ઉપર પોતાના વાહનોને પાર્ક કરવામાં આવ્યા છે તો તે વાહનોને પાણી ઉતરે નહીં ત્યાં સુધી ને ત્યાં જ રાખવા માટે વિનંતી કરી હતી. એમના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેથી ગાડીઓને પણ નુકસાન ના થાય તે પણ જરૂરી છે. પૂર્વ સાંસદની રજૂઆત ને પગલે ટ્રાફિક વિભાગ એ પણ આ વાહનોને બ્રિજ ખાતે જ પાર્ક રહેવા દીધા હતા. જેથી રહીશોના કરોડો રૂપિયા ગાડી નુકશાન ન થયું હતું. રહીશોએ પૂર્વ સાંસદનો આભાર માન્યો હતો.પૂર્વ સાંસદે તેમની પદ્ધતિ પ્રમાણે હરહંમેશ મદદરૂપ થવાની ફરજ બજાવી હતી જયારે વર્તમાન સાંસદ ડોક્ટર જોશી એ પોતાની જવાબદારી થી વિમુખ થઈને રહીશો માટે મદદરૂપ ન થયા હતા. આ વિસ્તારના રહીશોમાં એવો પણ પ્રશ્નો ઉભો થયો હતો કે સાંસદ જો વાહન પાર્ક જેવી બાબતે મધ્યસ્થી કરીને કોઈ નિરાકરણ ન લાવી શકતા હોય તો આવનારા સમયમાં શહેરની અનેક સળગતી સમસ્યાઓનો સામનો તેમને કરવો પડશે ત્યારે સાંસદ એ તમામ બાબતોને કેવી રીતે હલ કરશે હાલ તો સાંસદના આ પ્રકારના જવાબને લઈને આ વિસ્તારના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે
Reporter: admin