વડોદરા: શહેર જિલ્લા ભાજપમાં વચ્ચે આવિવિધ વિસ્થા દેવામાં આવતા સિનિયર નેતાઓ એ પણ આજે ફોર્મ ભર્યા હતા જ્યારે હાલના પ્રમુખોએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.

વડોદરા શહેર અને જિલ્લા ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી જૂથબંધી પરાકાષ્ટા એ પહોંચી છે તેની વચ્ચે આજે સવારથી જિલ્લા ભાજપ કાર્યાલય અને વડોદરા શહેર કાર્યાલય ખાતે ચૂંટણી નિરીક્ષકો ની ઉપસ્થિતિમાં પ્રમુખ પદ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેમાં ભાજપે ૬૦ વર્ષની ઉંમર મર્યાદાનો નિયમ હતો તે હટાવી દેવામાં આવ્યો છે જેથી સિનિયર કાર્યકર્તાઓ પણ પ્રમુખ પદ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા.વડોદરા જિલ્લા અને શહેર કાર્યાલય ખાતે પ્રમુખ પદની પસંદગી માટે ઉમેદવારી પત્રો ભરવા માટે આગેવાનોનો જમાવડો જામ્યો હતો તેની સાથે સાથે કાર્યકર્તાઓ પણ જોડાયા હતા.

ઉમેદવારી પત્ર ભર્યા બાદ પ્રમુખ પદના દાવેદારો પાર્ટી જે નિર્ણય કરશે તે શિરોમાન્ય રહેશે તેમ જણાવતા હતા. વડોદરા શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ સ્થાનિક આગેવાનો અને ચૂંટણી અધિકારીઓ વચ્ચે ચર્ચા થરો અને તમામ ઉમેદવારના ફોર્મ પ્રદેશ સમિતિ સમક્ષ મોકલી આપવામાં આવશે જેથી નિરીક્ષકો કાર્યકર્તાઓના અભિપ્રાય માટે આવવાના નથી તેથી કાર્યકર્તાઓમાં પણ નારાજગી જોવા મળતી હતી.શહેર ભાજપ સંગઠનના પ્રમુખની પસંદગી અંગે ફોર્મ ભરવાની મહત્વની પ્રક્રિયા આજે સવારે શરૂ થઈ છે. સમર્થકોના ધાડેધાડા દાવેદાર સાથે નમો કમલમ ખાતે પહોંચ્યા છે. શહેર પ્રમુખ અંગે ફોર્મ ભરવા બાબતે બંને ચૂંટણી અધિકારી પણ નમો કમલમ ખાતે પહોંચી ગયા છે. ફોર્મ ભરાયા બાદ નિમણૂક પ્રક્રિયા શરૂ થશે. ત્યારે શહેર ભાજપના હાલના પ્રમુખ વિજય શાહ પણ દાવેદારો સાથે ચૂંટણી ફોર્મ ભરવા પહોંચી ગયા હતા.







Reporter: admin







